Road Accident Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. અહીં બે કાર અને ઓટો રીક્ષા વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

ગુરુવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો

ગુરુવારે (પાંચમી સપ્ટેમ્બર) મોડી રાત્રે લખનઉ-મહમુદાબાદ રોડ પર બે કાર અને ઓટો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણની હાલત ગંભીર છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું.

આ પણ વાંચો: ઉજ્જૈનમાં કચરો વીણતી મહિલાને હવસનો શિકાર બનાવી, દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું અને પછી…

અહેવાલો અનુસાર, ફતેહપુરથી લખનઉ તરફ જઈ રહેલી એક કારે પહેલા ઓટો રીક્ષાને ટક્કર મારી હતી. જે બાદ તે સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી અને તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ઓટો રીક્ષામાં સવાર તમામ 8 લોકો રોડ પર પડી ગયા હતા અને ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં જીવ ગુમાવનારા એક જ પરિવારના પાંચ લોકો બારાબંકી જિલ્લાના કુર્સી વિસ્તારના ઉમરા ગામના રહેવાસી છે. આ સિવાય ઓટો રીક્ષામાં મુસાફરી કરી રહેલા લોકો કોઈ સંબંધીના મોતનો શોક મનાવવા જઈ રહ્યા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *