Surat Teachers Day Celebration : સુરત સહિત સમગ્ર દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ છે તેમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે શિક્ષક દિન એ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ પણ બન્યા સ્માર્ટ બન્યા હતા. આ એક દિવસના શિક્ષકો ટીચિંગ લર્નિંગ મટીરીયલનો ઉપયોગ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્ઞાન આપ્યું હતું. ખાનગી શાળાની જેમ સમિતિની શાળામાં પણ શિક્ષક દિવસની ઉજવણી, વિદ્યાર્થનીઓ સાડી પહેરીને શિક્ષિકા બની આવી હતી. હાજરી પુરવાથી માંડીને શિક્ષકની તમામ પ્રવૃત્તિ આ શિક્ષકોએ કરી હતી. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે એવો દિવસ હતો. શિક્ષણ સમિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે અનેક વખત સમિતિના શિક્ષણના સ્તર પર પ્રશ્નો ઉઠે છે પરંતુ આજે જે રીતે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા અને તેઓએ અન્ય વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યું હતું, તે જોઈને શિક્ષકોને ભારે આનંદ થયો હતો. એટલું જ નહીં પરંતુ સુરત સમિતિની શાળામાં ઘણા વર્ષોથી સ્માર્ટ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે બરાબર એ જ રીતે વિદ્યાર્થીઓએ સ્માર્ટ પેનલ બોર્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને આ એક દિવસના શિક્ષકે ટેકનોલોજી સાથે શિક્ષણ આપ્યું હતું. 

આ એક દિવસના શિક્ષકોએ પોતાના શિક્ષકો જે રીતે તેમને અભ્યાસ કરાવતા હતા તેવી જ રીતે કાવ્ય જ્ઞાન અને પ્રશ્નોતરી કરી હતી. વિદ્યાર્થીઓમાંથી એક દિવસ માટે શિક્ષક બનેલા આ વિદ્યાર્થીઓમાં રહેતી શક્તિ જોઈને શિક્ષકો પણ દંગ રહી ગયા હતા. આજે શાળામાં જે બાળકો શિક્ષક બનીને આવ્યા હતા એ જાણે સાચે જ જવાબદારી લઈને એક શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવતા હતા અને શાળાનું શિસ્ત તેમજ સ્વચ્છતા અને શાળામાં તમામ બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ઉત્સાહથી ભણાવતા જોવા મળ્યા.

આજના દિવસે અનેક શાળામાં શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષક ઉપરાંત તેડાગર અને મધ્યાહન ભોજન પીરસવામાં હેલ્પર પણ બન્યા હતા. જેમાં શાળામાં બાળકોને પ્રવેશ આપવાથી પ્રાર્થના, વર્ગ વ્યવસ્થા, મધ્યાહન ભોજન, વિશ્રાંતિ, રજા સુધીની તમામ વ્યવસ્થા આજે શિક્ષક બનેલા બાળકો દ્વારા કરવામાં આવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *