Indian Cricketer Paid Income Tax: ભારતમાં ક્રિકેટનો ખૂબ જ ક્રેઝ છે. એવામાં લોકોને ક્રિકેટરની પર્સનલ લાઈફમાં રસ હોય છે પણ સાથે સાથે તેઓ કેટલી કમાણી કરે છે અને તેઓ સરકારને કેટલો ટેક્સ ચૂકવે છે એ બાબત જાણવામાં પણ એટલો જ રસ હોય છે. આ અંગે તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ ભારતીય ક્રિકેટરો વાર્ષિક પાકિસ્તાની ટીમના ખેલાડીઓના પગાર કરતાં વધુ ટેક્સ ચૂકવે છે. એવામાં જાણીએ કે સચિન તેંડુલકર, વિરાટ કોહલીથી લઈને એમએસ ધોની સરકારને વાર્ષિક કેટલો ટેક્સ ચૂકવે છે.
વિરાટ કોહલી સૌથી વધુ ટેક્સ ચૂકવે છે
વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ક્રિકેટર તો છે જ પરંતુ આ સાથે તે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર પ્રથમ ક્રિકેટર પણ છે. રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીની વાર્ષિક આવક રૂ. 1900 કરોડથી વધુ છે. જ્યારે વર્ષ 2023-24માં કોહલીએ રૂ. 66 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જે આ વર્ષે કોઈપણ ક્રિકેટર દ્વારા ચૂકવવામાં આવેલો સૌથી વધુ ટેક્સ છે.
ક્રિકેટરોએ કેટલો ટેક્સ ચૂકવ્યો?
ફોર્ચ્યુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી પછી એમએસ ધોની, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને હાર્દિક પંડ્યા આ યાદીમાં ટોપ-5માં છે. આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ નથી.
વિરાટ કોહલી – 66 કરોડ
એમએસ ધોની – 38 કરોડ
સચિન તેંડુલકર – 28 કરોડ
સૌરવ ગાંગુલી – 23 કરોડ
હાર્દિક પંડ્યા – 13 કરોડ
આ પણ વાંચો: છૂટાછેડા પછી પહેલીવાર પુત્રને મળ્યો હાર્દિક પંડ્યા, વાઇરલ થઈ તસવીર
વિરાટ કોહલી ક્યાંથી કમાય છે?
વિરાટ કોહલી BCCIની A+ કેટેગરીમાં આવે છે, જેથી તેને વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય તે ઘણી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેમજ ઘણી પ્રખ્યાત કંપનીઓમાં પણ તેણે રોકાણ કર્યું છે. આ સિવાય કોહલીને સ્પોન્સરશીપ અને જાહેરાતોમાંથી પણ કમાણી થાય છે.