સુરત

ઉમેદવારે ચુંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીનો ખર્ચ
શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટરમાં સમાવ્યો છે કે કેમ
? તે ટીમ સુનિશ્ચિત કરશે

     

લોકસભાના
ચુંટણીના જાહેરનામા સાથે દરેક જિલ્લા ચુંટણી તંત્રમાં એકા એકાઉન્ટીંગ ટીમ વિધાનસભા
મત વિસ્તારોના દરેક ઉમેદવારોના શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટર અને પુરાવાનું ફોલ્ડર
જાળવવા માટે હિસાબી ટીમો
,સહાયક ખર્ચ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરવામાં આવશે.

રાજકીય
પક્ષોના ઉમેદવારોના ચુંટણી ખર્ચના હિસાબ માટે ખાસ નિયુક્ત હિસાબી ટીમ એ સુનિશ્ચિત
કરશે કે દાવેદારી નોંધાવ્યા બાદ ઉપયોગમાં લેવાતી તમામ ચુંટણી પ્રચાર સામગ્રીનો
ખર્ચ શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટરમાં કરવામાં આવ્યો છે કે કેમ
?જો કોઈ ઉમેદવારેપોતાના
નામાંકન પહેલાં  પણ કોઈ ખર્ચ કે ચુકવણી કરી
હોય તો તેની પણ નોંધ કરવામાં આવશે.ચુંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાતી સાધન
સામગ્રી ના ભાવ અથવા તો રેટ દર રાજ્ય ચુંટણી પંચ પાસેથી મંજુરી મેળવી જિલ્લાકક્ષાએથી
નક્કી કરવામાં આવશે.

પ્રત્યેક
ઉમેદવાર માટે શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટર રાખવાનું હોવાથી શેડો  ઓબ્ઝર્વેશન રજીસ્ટરપણ એજ નંબરો માટે જાળવવાનું
રહશે.આરપી એક્ટ
1951ની કલમ-77 મુજબ ચુંટણી દરમિયાન પ્રત્યેક ઉમેદવાર
પોતે અથવા તેના ચુંટણી એજન્ટ દ્વારા ચુંટણી સંબંધી તમામ ખર્ચનો અલગ અને સાચો હિસાબ
રાખવો જોઈએ.જે તેણે અથવા તેના ચુંટણી એજન્ટ દ્વારા કરવામાં આવ્યો હોય.ચુંટણી
ખર્ચનો હિસાબ ઉમેદવાર તેના ચુંટણી એજન્ટ દ્વારા ચુંટણીના પરિણામની ઘોષણા તારીખથી
૩૦ દિવસની અંદર જિલ્લા ચુંટણી અધિકારીને સુપરત કરવાના રહેશે.

 

 રાજકીય પક્ષોના ઉમેદવારોની પોલીટીકલ ઈવેન્ટ પર
વિડીયો સર્વેલન્સ ટીમની બાજ નજર રહેશે

       

ચુંટણી
નોટીફિકેશન જાહેર થવાની સાથે જ દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા યોજાતી
પોલીટીકલ ઈવેન્ટ પર વીડીયો સર્વેલન્સની ખાસ ટીમની રચના કરીને બારીક નિરીક્ષણ
રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.જેમાં વીડીયો શુટીંગની પ્રારંભમાં
,વોઈસ મોડમાં હેડીંગ,ઈવેન્ટની તારીખ,સમય,સ્થળ અને
ઈવેન્ટના આયોજક પક્ષ અને ઉમેદવારનું નામ રેકોર્ડ કરવામાં આવશે.સર્વેલન્સ ટીમ
દ્વારા વાહનો
,ઘટના પોસ્ટટર કટઆઉટ વગેરેની વીડીયો ગ્રાફી
કરવામાં આવશે.ઈવેન્ટ સ્થળે દરેક વાહનના પુરાવા
,બનાવટ,નોંધણી નંબર,ફર્નિચરની સંખ્યા,રોસ્ટ્રમનું
કદ
,બેનર અને કટઆઉટ વગેરે સ્પષ્ટ જોઈ શકાય તેવા રાખવા તથા
ખર્ચની ગણતરી કરી શકાય તેવા હોવાની સુચના આપવામાં આવી છે.

 

 સુરતમાં ઓબ્ઝર્વરની પહેલી મિટિંગ મળી ઃ
આચારસંહિતાનું પાલન
, ઉમેદવારના ખર્ચના હિસાબો અંગે ચર્ચા વિચારણા

આજે
મળેલી નિરીક્ષકોની પ્રથમ મીટીંગમાં ચુંટણીની આદર્શ આચારસંહિતાના અમલ કરવા
,ઉમેદવારોના ખર્ચના
હિસાબોની ચકાસણી
,ભવિષ્યમાં ક્યારે ઓબ્ઝર્વરની મીટીંગ યોજાશે
તે બાબતો અંગે મંત્રણા હાથ ધરવામાં આવી હતી.વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ
સુરતમાં ચુંટણી ઓબ્ઝર્વરની આગામી મીટીંગ સંભવતા દાવેદારી પત્રક પરત ખેંચવાની મુદત
બાદ પછીના બીજા દિવસે મળશે.એ દિવસથી ચુંટણી નિરીક્ષકો પોતાની ફરજના નિયત સ્થળે
સંબંધિત લોકસભા મત વિસ્તારમાં મતદાનની પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી તૈનાત
રહેશે.ત્યારબાદ નિરીક્ષકોની ત્રીજી મીટીંગ ચુંટણી પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોએ
સુપરત કરેલા હિસોબાના નિવેદનની ચકાસણી કરવામાં જિલ્લા ચુંટણી અધિકારીને મદદ કરવાના
પ્રસંગે થશે.ચુંટણી પ્રચાર ઝુંબેશના સમયગાળામાં ઓછામાં ઓછા ત્રણ વખતે અને દરેક
જિલ્લામાટે ઓછામાં ઓછા એક ખર્ચ નિરીક્ષક અને એક સહાયક ખર્ચ નિરીક્ષક(એઈઓ)જેમની
નિમણુંક જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે.

 મીડીયા સર્ટિફિકેટ અને મોનીટરીંગ માટે ખાસ કમીટી

લોકસભાની
ચૂંટણીના પડઘમના પગલે દરેક જિલ્લામાં મીડીયા સર્ટીફિકેટ અને મોનીટરીંગ  કમીટીને કાર્યરત કરવામાં આવશે.સુરત જિલ્લા
લોકસભા મત વિસ્તાર માટે આ કમીટીનું મુખ્ય કેન્દ્ર બહુમાળી ભવન ખાતે રાખવામાં
આવ્યું છે.જ્યાં
50થી વધારે ચુંટણ સ્ટાફ વિવિધ ન્યુઝ ચેનલ્સ અને  અખબારોનું અવલોકન કરી પેઈડ ન્યુઝ બાબતનું
રેકોર્ડીંગ કરી સંબંધિત કમીટીને સ્ક્રુટીની માટે મોકલી આપશે.ત્યારબાદ જિલ્લા
ચુંટણી અધિકારી તથા જિલ્લા પોલીસ તંત્રના રિપોર્ટ અને કારણોનો અભ્યાસ  કરીને કેન્દ્રીય ચુંટણી પંચ કે રાજ્ય ચુંટણી
પંચને રિપોર્ટ સુપરત કરશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *