સુરત
આરોપી કાપડ દલાલ પારસમલ રાઠોડ વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસની
તપાસ ચાલુ હોઈ કોર્ટે કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિર્દેશ
સુરતના
૫૦ જેટલા ટેક્સટાઈલ ટ્રેડર્સ પાસેથી કુલ રૃ.5.89 કરોડના કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો
ખરીદીને માલ કે પેમેન્ટ નહીં આપીને ગુનાઈત ઠગાઈનો કારસામાં સંડોવાયેલા આરોપી બ્રોકરે
ઈકો સેલના તપાસ અધિકારી ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીનની માંગ કરતી અરજીને એડીશ્નલ
સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ નકારી કાઢી છે.
સુરત ટેક્સટાઈલ
માર્કેટમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી રમણીકલાલ બાબુલાલ ટીંબડીયા સહિત કુલ
50 જેટલા સાક્ષી
વેપારીઓ પાસેથી કાપડ દલાલ પારસમલ ઘીસારામજી રાઠાડે(રે.શ્રી હરી બંગ્લોઝ,સણીયા કણદે ખરવાસા રોડ)આરોપી સુરેન્દ્રકુમાર બિજોયકુમાર પોદ્દાર,આશિષકુમાર નવલકુમાર સુરેકા,સ્નેહા આશિષ સુરેકા,અંજુ સંદિપ કેડીયા,યશ બંસલ,સંદિપ
બંસલ વગેરે વિરુધ્ધ ગ્રે કાપડનો ઉધાર માલ ખરીદીને માલ કે પેમેન્ટ આપવાને બદલે કુલ રૃ.5.89 કરોડની ઠગાઈના કારસા અંગે સુરત શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી હતી.જેની તપાસ
ઈકો સેલને સોંપવામાં આવતાં આ કેસમાં પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી બ્રોકર પારસમલ
રાઠોડે આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે એવો
બચાવ લીધો હતો કે આરોપીનો આ ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રોલ ન હોઈ ખોટી રીતે ગુનામાં
સંડોવણી કરવામાં આવી છે.જેના વિરોધમાં સરકારપક્ષે ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા સરકારી વકીલ
દિપેશ દવેએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ કુલ 50 વિવર્સના કુલ
રૃ.5.89 કરોડની કિંમતના ઉધાર ગ્રે કાપડની ખરીદીના નામે ઠગાઈનો
કારસો રચવામાં આવ્યો છે.હાલમાં પ્રાથમિક તપાસ ચાલુ હોઈ ઈપીકો-409,120(બી)નો ગુનો બનતો હોઈ આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ આગોતરા જામીની
માંગ રદ કરવા રજુઆત કરી હતી.હાલમાં કાપડ માર્કેટમાં કાપડદલાલના ભરોસા વિશ્વાસ અને રેફરન્સના
આધારે વેપારીઓ એકબીજા સાથે કાપડનો વેપાર કરતા હોય છે.જેમાં કાપડ દલાલની ભુમિકા મહત્વની
હોઈ છે.આરોપીએ અન્ય વેપારીઓના મેળા પિપણામાં કરોડો રૃપિયાનો ઉધાર માલ ખરીદીને પેમેન્ટ
નહીં આપીને ઠગાઈ કર્યાનો કેસની તપાસ ચાલુ છે.અન્ય આરોપીઓ હજુ ભુગર્ભમાં હોઈ આરોપીને
આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.જેને માન્ય રાખી
કોર્ટે આરોપી બ્રોકરની આગોતરા જામીનની માંગને નકારી કાઢી છે.