Lok Sabha Elections 2024: રાજ્યમાં લોકસભા ચૂંટણી માહોલ જામ્યો છે. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો દાવો છે કે, બનાસકાંઠના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે. માત્ર ફરિયાદ નહીં કોંગ્રેસે ચૂંટણી પંચને પુરાવાના ભાગરૂપે કેટલાક વીડિયો પણ આપ્યા છે. દાવો છે કે આ વીડિયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.
આચારસંહિતા શું છે?
જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એક આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે, જેની મદદથી ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને મુક્ત રીતે થઈ શકે છે. આદર્શ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે. આ અંતર્ગત કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે, જેનું સંબંધિત રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું હોય છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણીના સમાપન સુધી ચાલુ રહે છે.
આ પણ વાંચો: ચૂંટણી પર પ્રતિબંધ કે જેલ, આચાર સંહિતા ભંગ બદલ રાજકીય પક્ષો અને નેતાઓ સામે ચૂંટણી પંચ શું એક્શન લઈ શકે?