અમદાવાદ,
શુક્રવાર
અમરેલીમાં રહેતા ચાર વ્યક્તિઓએ રાઇટ ગુ્રપ ફાઇનાન્સના નામે ઇગ્લેન્ડમાં
કંપની રજીસ્ટર્ડ કરીને મોબાઇલ એપ્લીકેશન અને વેબસાઇટ મારફતે ફોરેક્સમાં રોકાણ કરાવીને
માસિક પાંચ થી સાત ટકાના વળતરની ખાતરી આપીને
અનેક લોકો પાસેથી રૂપિયા સાડા સાત કરોડ જેટલી માતબર રકમ વસુલીને છેતરપિંડી આચરી
હતી. સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં
આવી છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમરેલીમાં રહેતા પંકજ
વઘાસિયા, શક્તિસિંહ
વાઘેલા, અક્ષરાજસિંહ વાઘેલા સહિતના આરોપીઆએ સાથે મળીને યુ.કેમાં એક રાઇટ
ગુ્રપ ફાઇનાન્સ લીમીટેડ નામની કંપની સ્થાપી હતી. જેની વેબસાઇટ અને મોબાઇલ એપ્લીકેશન
દ્વારા ફોરેક્સમાં રોકાણ પર પ્રતિમાસ પાંચ થી સાત ટકાના વળતરની ખાતરી આપીને અનેક લોકો
પાસેથી સાડા સાત કરોડ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યું હતું. જેમાં સોશિયલ મિડીયા પર જાહેરાત
આપીને અમદાવાદ, ભાવનગર, પંજાબ અને દુબઇમાં
ઓફિસ ખોલી હતી. આ કેસની તપાસમાં પોલીસે અગાઉ
પંકજ વઘાસિયા, , શક્તિસિંહ
વાઘેલા, અક્ષરાજસિંહ
વાઘેલા, ગૌરવ સોજિત્રા
અને વિજયસિંહ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે થોડા દિવસ પહેલા મુખ્ય આરોપી રવિરાજસિંહ
વાઘેલાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે પુછપરછ કરતા
તે કેતન વાટલિયા અને ઉમેશ લોડાલિયા નામના આરોપીના
નામ પણ સામે આવ્યા છે.જે દુબઇથી સમગ્ર નેટવર્કને ચલાવતા હતા. ઉપરાંત, આ કેસની તપાસમાં છેતરપિંડીનો
આંક વધી શકે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.