Jamnagar News : જામનગરની સાધના કોલોનીમાં જર્જરિત બિલ્ડીંગોને જમીન દોસ્ત કરવા માટેની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે 36 ફ્લેટ સાથેના વધુ ત્રણ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.

 જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીની રાહબરી હેઠળ આજે વહેલી સવારે એસ્ટેટ શાખાની ટુકડી બે જેસીબી મશીન તથા અન્ય સામગ્રી સાથે સાધના કોલોની વિસ્તારમાં પહોંચી હતી અને એલ-91 એલ-92 અને એલ 93 નંબરના ત્રણ બિલ્ડીંગ કે જેમાં 36 ફ્લેટ આવેલા છે. આ જર્જરીત બિલ્ડીંગોને અગાઉથી જ ખાલી કરાવી દેવાયા હતા અને તેના પર આજે બુલડોઝર ફેરવી દેવાયું છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાધના કોલોની વિસ્તારમાં કુલ 204 જેટલા ફ્લેટ સાથેના બિલ્ડીંગ ડીમોલાઈઝડ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત હજુ ત્રણ જર્જરિત બિલ્ડીંગ કે જેના નંબર એલ-102, 103 અને 104 છે જે ત્રણેય ભયજનક બિલ્ડીંગની ડિમોલનેશન કરવાની કાર્યવાહી આવતીકાલે પણ ચાલુ રાખવામાં આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *