image : Freepik
Jamnagar Crime : જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને છૂટાછેડા મેળવેલા એક શખ્સે પોતાની પૂર્વ પત્નીના ઘેર જઇ હંગામો મચાવ્યો હતો, અને પોતાના પર હુમલો કરી દીધો હતો. જે બનાવવા અંગે ટેલીફોનથી પૂર્વ વેવાઈને સમજાવવાનું કહેતાં તેઓએ પણ ટેલીફોનમાં ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતા રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા નામનો શખ્સ કે જેના થોડા દિવસો પહેલા છૂટાછેડા થઈ ગયા હોવાથી તેનું મનદુઃખ રાખીને પોતાની પૂર્વ પત્ની શેરી નંબર 11 માં રહે છે. જ્યાં જઈને હંગામો મચાવ્યો હતો અને પોતાના પૂર્વ સસરા ઉપેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજાને ગાળો ભાંડી તેના ઉપર હુમલો કરી દીધો હતો.
જે બનાવ બાબતે ઉપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પૂર્વ વેવાઈ રાજેન્દ્રસિંહ જેઠવાને મોબાઈલ ફોન કરીને સમજાવવાનું કહેતાં તેઓ પણ ઉસ્કેરાઈ ગયા હતા, અને મારો પુત્ર તો તમારા ઘરે આવશે જ, અને તમને પતાવી નાખવા છે, તેવી ધમકી ઉચારતાં મામલાને સીટી સી.ડીવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, જ્યાં પીએસઆઇ ડી.જે.રાજએ આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.