Health Department of VMC : ભારતમાં હાલ સીઝનલ ફ્લૂની સાથે અન્ય બીમારીઓ જેવી કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ પણ જોવા મળી રહ્યા છે. વડોદરા જિલ્લામાં વાહક જન્ય રોગચાળા સંદર્ભે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો પ્રથમ રાઉન્ડ કરવામાં આવ્યો છે. હવે પછી બીજો રાઉન્ડ 30 મે દરમિયાન કરવામાં આવશે.

પ્રથમ રાઉન્ડમાં 15,08,029 ની વસ્તીમાંથી 14,58,205 ની વસ્તીના 3,00,843 ઘર આવરી લીધા હતા, એટલે કે 96.70% વસ્તીને સર્વેમાં આવરી લીધી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ વાહક જન્ય રોગ સંદર્ભે કામગીરી કરી રહ્યા છે. આ કર્મચારીઓ ઘરે-ઘરે મુલાકાત લઈને તાવના કેસોની શોધ, મચ્છર ઉત્પત્તિના સ્થાનોની તપાસ, પોરાનાશક કામગીરી કરવા ઉપરાંત વાહક જન્ય રોગચાળા સામે જનજાગૃતિનું આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપી રહ્યા છે. કોઈપણ ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાય તો તરત જ તે વિસ્તારમાં ત્રણ દિવસ પોરાનાશક કામગીરી ફોગિંગ અને સર્વે કરવામાં આવે છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એડિસ ઇજિપ્તિ ફેલાય છે. આ મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા સ્વચ્છ બંધિયાર પાણીમાં જ પેદા થાય છે, અને દિવસે કરડે છે. ડેન્ગ્યુની કોઈ સચોટ દવા ઉપલબ્ધ નથી. મેલેરિયા એનોફિલિસ માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરની બહાર ભેગા થતા પાણીમાં ઉત્પન્ન થાય છે અને રાત્રે કરડે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *