Image Source: Twitter

અમેરિકામાં રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી માટેના પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વર્તમાન રાષ્ટ્રપતિ અને હરીફ જો બાઈડન સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં એક પીક અપ ટ્રકની પાછળ બાઈડનની તસવીર દેખાતી હતી અને આ તસવીરમાં બાઈડનના હાથ પગ બાંધેલા જોવા મળતા હતા.

તાજેતરમાં ટ્રમ્પે ન્યૂયોર્ક પોલીસના મોતને ભેટલા અધિકારી જોનાથન ડીલરના પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યાંથી તેઓ પરત ફર્યા બાદ તે દરમિયાનમાં ઉપરોક્ત વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો શેર કરવા બદલ હવે બાઈડનની ડેમોક્રેટ પાર્ટી ટ્રમ્પ પર નિશાન સાધી રહી છે.

બાઈડનના ચૂંટણી પ્રચાર અભિયાનના કોમ્યુનિકેશન ડાયરેકટર માઈકલ ટાયલરે કહ્યુ હતુ કે, સતત રાજકીય હિંસા ભડકાવવા માટે પ્રયાસો કરી રહેલા ટ્રમ્પની હરકતોને લોકોએ ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. લોકોએ અમેરિકન સંસદ પર થયેલા હુમલા પાછળ કોનો હાથ હતો તે સવાલ પોલીસને પૂછવો જોઈએ.

બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીના નેતા અને ટ્રમ્પના પ્રચાર અભિયાનના પ્રવક્તા સ્ટીવન ચાંગે જણાવ્યુ હતુ કે, ટ્રમ્પે તો રસ્તા પરથી પસાર થઈ રહેલી એક પીક અપ વાનનો વીડિયો શેર કર્યો છે પણ ડેમોક્રેટ પાર્ટીના પાગલ લોકો  ટ્રમ્પ અને તેમના પરિવાર સામે હિંસા ભડકાવવા માટે લોકોને આહવાન કરી રહ્યા છે. તેઓ ન્યાય પાલિકાને ટ્રમ્પ સામે કાર્યવાહી કરવા હથિયાર તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે. આ દરમિયાન બાઈડનની સુરક્ષાનો હવાલો સંભાળતી સિક્રેટ સર્વિસે કહ્યું છે કે, સુરક્ષાની સાથે જોડાયેલા મામલા પર અમે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *