નિઝામપુરા નવા યાર્ડ વિસ્તારમાં આવેલી રેલવે કોલોની માં રહેતી મહિલાના પતિનું અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેના પરિવારનું કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં આપતા બાળકો અને પત્ની મુશ્કેલીમાં મુકાઈ જતા આખરે તેઓએ 181 અભયમ સંસ્થાની મદદ માંગતા આજે અભયમના કર્મચારીઓએ પતિને સમજાવી ને પત્ની અને બાળકોની સંભાળ માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી આપી હતી.
નિઝામપુરા વિસ્તાર મા આવેલ રેલવે કોલની રહેતા બિહાર રાજ્યના પરિવારની એક મહિલા એ અભ્યમને જાણ કરી પોતાની આપવીતી જણાવી હતી. મહિલાએ અભયમને જણાવ્યું કે, પતિ ખલાસી તરીકેનું કામ કરે છે. પતિ 13વર્ષથી ભાભી યા જેઠાણી સાથે પ્રેમ સબંધ ધરાવે છે જેના કારણોસર પત્ની, બાળકોની દેખરેખ સંભાળ, જરૂરિયાત, ઘર વખરી સાજા, માંદા નું ધ્યાન નહીં આપતાં પગાર નહીં આપતાં તેની ભાભી કહે તેવુંજ કરવું પત્ની થી દૂર, બાળકો થી દૂર રાખતો તેને જાડી કાલી છે તેમ કહી માનસિક ત્રાસ આપતાં તારે થાય તે કરી લેજે મારે ભાભી સાથે પ્રેમ છે તેમ ધમકાવી પૈસા આપતા નથી.
181મા મહિલાનો કોલ મળતા ટીમ સ્થળ પર પહોંચી જઈ પતિ પત્નીને સમજાવ્યા હતા અને જરૂરી કાઉન્સિલિંગ કરી સમસ્યાનો ઓ ની બંને ને સમજાવ્યા હતા અને પતિની જવાબદારી બને છે કે પરિવાર ની સંભાળ રાખે તે બાદ પતિને દર મહિને પત્નીને ₹5,000 ઘર ખર્ચના આપવા માટે સલાહ આપી હતી જે તેણે માન્ય રાખી હતી. અને મહિલાને તેમના પતિ પાસેથી ખર્ચ પેટે ₹4,000 અપાવ્યા હતા.