image : Twitter
Russia Ukraine War Drone Attack : રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુધ્ધમાં બંને દેશો એક બીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે.
યુક્રેન ડ્રોન થકી રશિયાને ટકકર આપી રહ્યુ છે. યુક્રેને હવે રશિયાના જાપોરિજ્જિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર ડ્રોન વડે હુમલો કર્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. IAEA(ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી)એ પણ આ હુમલાને ચિંતાજનક અને ખતરનાક કૃત્ય ગણાવ્યો છે. એજન્સીએ કહ્યુ છે કે, આ હુમલાના કારણે એક રિએકટર અને બીજી મશિનરીને નુકસાન પહોંચ્યુ છે. જોકે તેનાથી પ્લાન્ટની સુરક્ષાને કોઈ ખતરો નથી પણ આ એક ગંભીર ઘટના છે. તેના કારણે રિએકટરની દુર્ઘટના રોકવાની સિસ્ટમ નબળી પડી શકે છે.
જાપોરિજ્જિયા ન્યુક્લિયર પ્લાન્ટના અધિકારીઓએ કહ્યુ હતુ કે, રવિવારે યુક્રેનની સેનાના ડ્રોન દ્વારા 6 નંબરના રિએકટર પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તેના કારણે ઝાઝુ નુકસાન નથી થયુ અને કોઈ જાનહાનિ પણ નથી થઈ. માત્ર ત્રણ લોકોને નજીવી ઈજા પહોંચી છે.
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, પરમાણુ સુરક્ષાને પ્રભાવિત કરતી કાર્યવાહીથી કોઈ પણ દેશે બચવુ જોઈએ. આ પ્રકારના ડ્રોન હુમલાથી પરમાણુ દુર્ઘટના સર્જાવાનો ખતરો વધી ગયો છે. જાપોરિજ્જિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર ઓછામાં ઓછો ત્રણ એટેક થયા હતા. આ પહેલા નવેમ્બર 2022માં પણ આ પ્રકારનો હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.