Jamnagar News : જામનગર શહેરમાં બર્ધન ચોક વિસ્તારમાં રેકડી પથારાવાળાઓ દ્વારા મોટાપાયે દબાણ કરાય છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવાના ભાગરૂપે જામનગર શહેરની ટ્રાફિક શાખા સક્રિય બની છે, અને ગઈકાલે 16 જેટલા રેકડી પથારાવાળાઓ સામે નવી કાયદાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને રેકડી પથારાવાળાઓમાં નાશ ભાગ મચી ગઈ હતી.

 જામનગરમાં દરબારગઢ સર્કલથી સેન્ટ્રલ બેન્ક રોડ પર જવા માટે સીટી બસની બર્ધન ચોક થઈને પસાર થાય છે, પરંતુ દરબારગઢ થી માંડવી ટાવર સુધીના માર્ગે અનેક રેકડી પથારાવાળાઓ દબાણ સર્જીને બેઠા હોય છે, અને સીટી બસને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ઉપરાંત અવારનવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

 

આ સમસ્યાનું નિરાકરણ લાવવાના ભાવરૂપે જામનગરની ટ્રાફિક શાખાના પી.આઈની આગેવાની હેઠળ ટ્રાફિક પીએસઆઇ અને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં વિશેષ રૂપે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

જાહેર રસ્તા પર દબાણ દૂર કરીને રેકડી પથારાવાળા 16 વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તમામ સામે નવા કાયદાની કલમ બી.એન.એસ એક્ટર કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને બર્ધન ચોક વિસ્તારના રેકડી પથારાવાળાઓમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *