અમદાવાદ,શુક્રવાર,5
જુલાઈ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાકટર રોડ,પાણી અને બ્રિજના
કામોને લઈ થયેલો વિવાદ ઉકેલવા પાંચ વર્ષમાં રુપિયા ૧૪૫ કરોડના કલેઈમ આર્બીટ્રેટર
સમક્ષ કરવામા આવ્યા હતા.ફી પેટે મ્યુનિ.તંત્રે રુપિયા ૨.૬૫ કરોડ ફી ચુકવી હતી.આમ
છતાં એક પણ કેસ મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં આવી શકયો નથી.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જી.પી.એમ.સી.એકટમાં 
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગને લગતી કામગીરી અંગે ઉભા થતા વિવાદને
ઉકેલવા આર્બીટ્રેટર(લવાદ)માં જવાની કોઈ જોગવાઈ નથી.આમ છતાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના એન્જિનીયરીંગ વિભાગ દ્વારા રોડ
,પાણી અને
બ્રિજને લગતા કામો કોન્ટ્રાકટર પાસેથી કરાવવામા આવ્યા બાદ વિવાદ ઉભા થતા
આર્બીટ્રેટર સુધી જવાની એક પ્રણાલી શરુ કરવામા આવી છે.આ બાબતને લઈ મ્યુનિ.ની લીગલ
કમિટીની મળેલી બેઠકમાં ગંભીરતાથી ચર્ચા કરાઈ હતી.કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે
કહયુ
,પાંચ
વર્ષમાં ૧૪૫ કરોડના કુલ ૬૦ કલેઈમ આર્બીટ્રેટરમા કરવામા આવ્યા હતા. એક પણ કલેઈમ
મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમા આવ્યો નથી.આર્બીટ્રેટર દ્વારા રુપિયા ૧૦૧ કરોડના
એવોર્ડ કરવામા આવ્યા છે.પરંતુ એક પણ કલેઈમ મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમા આવ્યો
નથી.હાલમા આઠ કલેઈમ આર્બીટ્રેટર સમક્ષ પેન્ડિંગ છે.લીગલ ખાતાના અધિકારીઓ ઝડપથી
અભિપ્રાય આપતા નહી હોવાનો મુદ્દો ધ્યાનમા આવતા તેમનો પણ જવાબ માંગવામા આવ્યો
છે.એકટમા જોગવાઈ નથી તેમ છતાં કયા કારણથી ઈજનેર વિભાગ મ્યુનિ.અને કોન્ટ્રાકટર
વચ્ચેનો વિવાદ ઉકેલવા આર્બીટ્રેટર સમક્ષ જવાનુ પસંદ કરે છે એ બાબતમા ઈજનેર વિભાગના
અધિકારીઓ પાસેથી જવાબ માંગવામા આવ્યો છે.

કયા કયા કોન્ટ્રાકટરોના કેસ આર્બીટ્રેશનમાં મુકાયા?

કોન્ટ્રાકટરનુ નામ       કેસ

આકાશ ઈન્ફ્રા         ૪૪

જયોતિ ઈન્ફ્રા         ૦૫

રોકસ્ટોન ઈન્ફ્રા        ૦૨

રાજધાની સીકયોરીટી  ૦૧

શિવમ સીકયોરીટી      ૦૧

રણજિત બિલ્ડકોન      ૦૧

જલારામ પ્રોજેકટ       ૦૪

એ ટુ ઝેડ વેસ્ટ         ૦૧

ભૂપતાની એસોસીએટ ૦૩

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *