– બંનેની ફિલ્મો એક જ દિવસે આવશે
– ઔરો મેં કહાં દમ થા બીજી ઓગસ્ટ પર ઠેલાઈ, તે જ દિવસે સાબરમતી એક્સપ્રેસ રીલિઝ થવાની છે
મુંબઇ : અજય દેવગણ અને તબુની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ હવે બીજી ઓગસ્ટના રીલિઝ કરવાની ઘોષણા થઈ છે. આ જ દિવસે વિક્રાંત મેસીની ‘સાબરમતી રીપોર્ટ’ રીલિઝ થવાની છે. આમ અજયની ફિલ્મનું રિલીઝ શિડયૂલ બદલાતાં વિક્રાંત મેસી માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.
‘ઔરૌ મેં કહાં દમ થા ‘ પાંચમી જુલાઇના રોજ રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ પ્રભાસની ‘કલ્કિ ૨૮૯૮ એડ’ના કારણે આ ફિલ્મ પાછી ઠેલવામાં આવી હતી.
જ્યારે વિક્રાંત મેસીની ફિલ્મ બીજી માર્ચના રોજ રીલિઝ થવાની હતી. પરંતુ, બાદમાં તેની તારીખ બદલાઈ ગઈ હતી.
આ બંને ફિલ્મો ઠેલાઈને હવે એક જ તારીખે ટકરાય તેવી શક્યતા સર્જાઈ છે. વિક્રાંતની સરખામણીએ અજય દેવગણની કમર્શિઅલ વેલ્યૂ વધારે હોવાથી તેને નુકસાન થઈ શકે છે. જોકે, માત્ર કન્ટેન્ટના જોરે ‘સાબરમતી રીપોર્ટ’ કેટલાક દર્શકો મેળવી શકશે તેવો તેની ટીમને વિશ્વાસ છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી સાથે રાશિ ખન્ના કામ કરી રહી છે.