Sonakshi Sinha: સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલ તેમના લાગણી જાહેરાત બાદથી જ ચર્ચાઓમાં છે. અગાઉ બંનેના અલગ ધર્મ હોવાથી કપલ ભારે ટ્રોલ થયું હતું. પરતું અંતે 23 જૂનના રોજ અંગત લોકોની હાજરીમાં બંનેએ સિવિલ મેરેજ કર્યા હતા. આ પછી ભવ્ય વેડિંગ રિસેપ્શન યોજાયું હતું જેમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. જયારે હવે ગઈકાલે સોનાક્ષી અને ઝહીર મુંબઈની એક હોસ્પિટલની મુલાકાત લેતા દેખાયા હતા, ત્યારબાદ અભિનેત્રી પ્રેગનેન્ટ હોવાની અફવાઓ શરુ થઇ છે. 

સોનાક્ષીએ લગ્ન પછીના જીવન વિશે વાત કરી 

સોનાક્ષી તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘કાકુડા’ની રિલીઝ માટે તૈયાર છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં સોનાક્ષીએ ઝહિર ઈકબાલ (Zaheer Iqbal) સાથેના લગ્ન પછીના જીવન વિશે વાત કરતા કહ્યું હતું કે, આ સંબંધની સુંદરતા એ છે કે હું પહેલા જેવો જ અનુભવું છું. મને ખુશી છે કે લગ્ન પહેલા મારું જીવન એકદમ સેટ થઈ ગયું હતું અને હું તેમાં જ પાછી આવી ગઈ છું. હું કામ પર પાછા આવીને ખુશ છું.’

પ્રેગ્નન્સીની અફવાઓ પર સોનાક્ષીએ શું કહ્યું?

આ પછી સોનાક્ષીએ તેની પ્રેગ્નેન્સીની અફવાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, ‘એક ફેરફાર જરૂર થયો છે કે હવે અમે હોસ્પિટલ નથી જઈ શકતા, કારણ કે જેવા તમે હોસ્પિટલની બહાર નીકળો એટલે લોકોને લાગે કે તમે પ્રેગનન્ટ છો. બસ જીવનમાં આટલો જ ફેરફાર થયો છે.’

સોનાક્ષી હોસ્પિટલ શા માટે ગઈ હતી?

સોનાક્ષીની પ્રેગનન્સીની ચર્ચા માત્ર અફવા છે. લગ્ન બાદ અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હાની (Shatrughan Sinha) તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આથી તેમની ખબર પૂછવા માટે સોનાક્ષી અને ઝહિર હોસ્પિટલ ગયા હતા. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *