Janhvi Kapoor: જ્હાન્વી કપૂર તેના અલગ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જ્હાન્વી હાલ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહારિયાના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. 

દરેક  ત્રણેય ખાન સાથે કામ કરવા ઈચ્છે છે 

અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું તે સલમાન ખાન (Salman Khan), શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને આમિર ખાન (Aamir Khan)સાથે સ્ક્રીન શેર કરવા ઈચ્છશે તો તેણે મજાકમાં જવાબ આપ્યો કે, ‘આ ત્રણેય સુપરસ્ટાર છે અને દરેક તેમની સાથે કામ કરવા માગે છે અને જો હું તેમની સાથે કામ કરીશ તો થોડું અજીબ લાગશે. પરંતુ તેમ છતા મને કામ કરવાનું ગમશે. પરંતુ હું વરુણ ધવન અને રણબીર કપૂર સાથે સ્ક્રીન પર વધુ સારી દેખાઈશ.’

આ પણ વાંચો: સૂર્યા અને જાહ્વવીની ફિલ્મ કર્ણ અભેરાઇએ ચડી ગઇ

લોકોએ મને બેકાર હોવાનો અહેસાસ કરાવ્યો

જાન્હવી કપૂરે અન્ય મીડિયા હાઉસ સાથે વાતચીતમાં તેની કારકિર્દી વિશે વાત કરી. એક સવાલના જવાબમાં તેણીએ કહ્યું, ‘જ્યારે હું ધડક (Dhadak) અને ગુંજન સક્સેનામાં કામ કરતી હતી ત્યારે મને અહેસાસ કરાવવામાં આવ્યો હતો કે હું બેકાર છું. લોકો કહેતા હતા કે મને બધુ આસાનીથી મળ્યું છે. એટલું જ નહીં પણ એવું પણ કહેવામાં આવ્યું કે મને એવી વસ્તુઓ પણ મળી છે જેની હું લાયક પણ નથી. ઘણા લોકો કહે છે કે મને મારા માતા-પિતાના કારણે ફિલ્મો મળે છે. એ વાત સાચી છે કે મને મારા માતા-પિતાના કારણે ઘણો પ્રેમ અને સન્માન મળ્યું પરંતુ મને મારી અભિનય કુશળતાના કારણે ફિલ્મ મળી છે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *