આજથી માતાજીની આરાધનાના પર્વ ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ  : મોરબીમાં મચ્છુ માતાજીની,પોરબંદર-વેરાવળમાં રામદેવપીરની શોભાયાત્રા,રાજકોટ ચારણીયા સમાજ દ્વારા અને મજેવડી,બોખીરા,આટકોટમાં લુહાર સમાજના ધર્મોત્સવો

રાજકોટ, : સૌરાષ્ટ્ર આવતીકાલ અને ખાસ કરીને તા.૭ના અષાઢી બીજના પાવન પર્વના ધર્મોત્સવથી ધમધમી ઉઠશે અને ગામેગામ જય જગન્નાથ સહિત ભગવાનના, દેવી-દેવતાના ગગનચૂંબી જયકારથી ગુંજી ઉઠશે. અષાઢી બીજના દિવસે જોગાનુજોગ રવિવારની રજા હોય વિશેષ સંખ્યામાં લોકો ધર્મ ઉત્સવમાં જોડાશે, ઠેરઠેર હજારો,લાખોની મેદની ઉમટી પડશે. ભગવાન જગન્નાથજીના ઉત્સવની સાથે મચ્છુ માતાજી, રામદેવપીર સહિત અનેક દેવી દેવતાઓના પર્વો પણ ધામધૂમથી ઉજવાશે. 

રાજકોટમાં જગન્નાથ મંદિર તથા ઈસ્કોન મંદિર દ્વારા બે રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે જે અન્વયે પોલીસ કમિશનરે માર્ગો બંધ કરવા જાહેરનામુ જારી કર્યું છે. જામનગર,જુનાગઢ  સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેરઠેર આ રીતે રથયાત્રાના આયોજન કરાયા છે. રાજકોટમાં આ ઉપરાંત ચારણીયા સમાજ દ્વારા આઈશ્રી નાગબાઈ માતાજીનો ધર્મોત્સવ પણ ઉજવાશે. તેમજ 

આ ઉપરાંત, મોરબીમાં  મચ્છુ માતાજીના મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને નગરદરવાજા, સોનીબજાર, ગ્રીન ચોક સહિત મુખ્યમાર્ગો પર પસાર થશે જે અન્વયે પોલીસે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પાડયું છે. 

વેરાવળ અને પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા શ્રી રામદેવપીરની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે તેમ તેમજ કોળી સહિત અન્ય સમાજ દ્વારા અન્યત્ર પણ આ ઉત્સવ ઉજવાશે. 

પોરબંદરમાં બોખીરા પાસે, જુનાગઢના મજેવડીમાં સંતશ્રી દેવતણખી દાદાનો ધર્મોત્સવ તથા જસદણ પાસે આટકોટ લોયણ માતાજીના મંદિરે પણ લુહાર સમાજનો ધર્મોત્સવ ધામધૂમથી ઉજવાતો રહ્યો છે. 

જગપ્રસિધ્ધ દ્વારકાધીશના મંદિરમાં રવિવારે સાંજે ૫થી 7 મંદિરના પટાંગણમાં રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. સવારના દર્શનનો સમય નિત્યક્રમ મૂજબ રહેશે જ્યારે સાંજે ઉત્સવ બાદ શ્રીજીના દર્શન નિત્યક્રમ મૂજબ થશે. સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે મંદિરમાં આજે જેઠ માસની શિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

આવતીકાલથી ચૈત્ર અને આસો માસની જેમ અષાઢ નવરાત્રિનો પણ પ્રારંભ થશે. આવતીકાલ શનિવારથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિની માતાજીના મંદિરોમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે, રાજકોટના સદ્ગુરૂ રણછોડદાસજી બાપુના આશ્રમે રામચરિત માનસના નવાહ્ન પાઠનું આયોજન કરાયું છે.  આવતીકાલે અષાઢી બીજનો શુભ દિવસ હોય અને સાથે ગુરૂપૂષ્યામૃત યોગ હોય અનેક સ્થળોએ મંગલ ઉદ્ધાટનો, ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. આમ, સૌરાષ્ટ્રભરમાં રવિવારનો દિવસ પર્વોત્સવોનો રહેશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *