Rahul Gandhi Gujarat |  લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં બનેલી વડોદરાના હરણીકાંડ,સુરતના તક્ષશિલા અને રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ, મોરબી ઝૂલતાપૂલ ધસી પડવાના ગુના સહિતના  બનાવોના અસરગ્રસ્તોને મળવાના છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ અને મોરબીના ઝૂલતાપૂલ કાંડના અસરગ્રસ્તોને મળવા અવનવા પરોક્ષ પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યાનું કોંગ્રેસના અને અસરગ્રસ્તોના સૂત્રોએ જણાવ્યું  છે.

કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડના પીડીત પરિવારો રાહુલ ગાંધીને મળવા જવાના છે તેમાં એકને ધારાસભ્યનો ફોન આવ્યો હતો, બીજાને તમને મુખ્યમંત્રીને મળાવી દેશું તેવી લાલચ અપાઈ તો અન્ય એકને પોલીસે તપાસના કામે આવતીકાલે જ બોલાવવા પ્રયાસ કર્યો છે. આવા હથકંડાને બદલે ભાજપ સરકારે આવી ઘટનાઓ ન બને તેના પર લક્ષ્ય આપવું જોઈએ.

મોરબી ઝૂલતા પૂલ કાંડના અસરગ્રસ્તો પણ કોંગ્રેસ નેતાને મળવા અમદાવાદ જઈ રહ્યાનું જાણવા મળ્યું છે જેમાં એક મુખ્ય અસરગ્રસ્તને કલેક્ટર સાહેબ વિઝીટ કરવા આવવાના છે તેમ કહીને રોકવાનો તથા અન્ય પાસે કોણ કોણ ક્યા વાહનમાં જવાનું છે તેવી માહિતી મેળવવા પોલીસ દ્વારા પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *