સુરત

પત્નીની
કીડનીની તબીબી સારવાર શ્રીલંકામાં કરાવવા ત્રણ મહીના માટે દેશની હદ છોડવાની
પરવાનગી માંગી હતી

      

૧૫
વર્ષ પહેલાં ૪.૦૬ કરોડની વીજચોરીના કેસમાં સંડોવાયેલા તથા શરતી જામીન મુક્ત આરોપીએ
પોતાની  પત્નીની કીડનીની બિમારીની સારવાર
માટે શ્રીલંકા લઈ જવા દેશની હદ છોડવાની પરવાનગી તથા ત્રણ મહીના માટે પાસપોર્ટ પરત
કરવાની શરતોમાં ફેરફાર કરવા કરેલી માંગને એડીશ્નલ સેશન્સ જજ રીતેશકુમાર કે.મોઢે
નકારી કાઢી છે.

જીઈબી
પોલીસ મથકમાં વર્ષ-
2009માં આરોપી ઈલ્યાસ ગુલામનબી કાપડીયા (રે.મીની સિલ્ક હાઉસ બિલ્ડીંગ,ચોકબજાર) વિરુધ્ધ કુલ રૃ.4.06 કરોડથી વધુ રકમની
વીજચોરી કરવા બદલ ઈલેકટ્રીકસીટી એક્ટ-
135(1)(બી)ના ગુનો નોંધાયો હતો.આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ઈલ્યાસ કાપડીયાને
વર્ષ-
2011માં સુરતની સ્થાનિક અદાલતે શરતોન ેઆધીન જામીન મુક્ત
કર્યા હતા.જે જામીનની શરતોમાં મુખ્યત્વે પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા તથા
દેશની હદ છોડવા માટે કોર્ટની પુર્વપરવાનગી લેવાની શરતનો સમાવેશ થતો હતો.તાજેતરમાં
આરોપીએ પોતાની પત્નીની બંને કીડની ફેઈલ હોઈ ડાયાલીસીસ પર હોઈ કીડનીની સારવાર માટે
શ્રીલંકા ખાતે લઈ જવાની હોઈ ત્રણ મહીના માટે પાસપોર્ટ પરત આપવા તથા દેશની હદ
છોડવાની પરવાનગી આપવાની શરતમાં ફેરફાર કરવા માંગ કરી હતી.જો આરોપીની પત્નીને
સારવાર માટે શ્રીલંકા લઈ જવા દેવામાં ન આવે તો તેમની પત્ની ગુમાવવાનો વારો આવે તેમ
છે.આરોપીને આ અગાઉ એકથી વધુવાર પાસપોર્ટ પરત આપીને વિદેશ જવાની પરવાનગી આપવામાં
આવી હોય તમામ શરતોનું પાલન કર્યું છે.

જેના
વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જ આરોપીએ જામીન
શરતમાં ફેરફાર કરવા માંગ કરી છે.જો તેમને પાસપોર્ટ પરત આપવામાં આવશે તો ભારતની હદ
છોડી શ્રીલંકામાં જતા રહેશે.આરોપી સામે આ જ પ્રકારના વીજચોરીના ત્રણ ગુના નોંધાયા
છે
,જેમાં
બે  કેસ ચાલુ છે.આરોપીની અરજીમાં પત્નીને
કોણ કીડની આપવાનું છે તે અંગે કોઈ હકીકત જણાવી ન હોઈ દર્શાવેલા કારણો સંતોષકારક ન
હોવાથી અરજી રદ કરવા માંગ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *