ડ્રમમાં રેતી અને કપડાના ડૂચા ભરી દેવાયા હતા
એકલારા-ભાણોદ્રા રોડ પરથી મળ્યો મૃતદેહ
ડ્રમ સાથે મૃતદેહ સિવિલ હોસ્પિટલ લવાયો
સુરતમાં કપાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો છે. જેમાં પ્લાસ્ટિકના ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ડ્રમમાં રેતી અને કપડાના ડૂચા ભરી દેવાયા હતા. જેમાં એકલારા-ભાણોદ્રા રોડ પરથી મૃતદેહ મળતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. ત્યારે ડ્રમ સાથે મૃતદેહ સિવિલ હોસ્પિટલ લવાયો છે. જેમાં 3 દિવસ અગાઉ યુવતીની હત્યા કરાઇ હોવાનું અનુમાન સામે આવ્યું છે.
ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રમ લઈને પોલીસ સિવિલ પહોંચી હતી. જેમાં કટરથી કાપતા યુવતીની લાશ ડ્રમમાંથી મળી હતી. પ્લાસ્ટિકના ડ્રમમાં લાશ સાથે કપડાંના ડૂચા પણ હતા. ડ્રમમાં રેતી પણ ભરી દેવાઇ હતી. અવાવરું સ્થળેથી ડ્રમમાં ભરેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ વધુ માત્ર ભરવામાં આવી હતી. ડ્રમનું વજન 200થી 250 કિલો ગ્રામ હોવાનું અનુમાન છે. જેમાં ટેમ્પોમાં ભરી ડ્રમ સિવિલ લવાયુ હતુ. મૃતક યુવતીની ઉંમર 30 વર્ષની હોવાનું લાગે છે. તથા 2-3 દિવસ પહેલાં યુવતીની હત્યા કરાઇ હોવાની શક્યતા છે.
પોસ્ટમોર્ટમ થતા તેની હકિકત સામે આવી શકે છે
લાશ અત્યંત કહોવાઇ ગયેલી હાલતમાં છે. જેમાં પોસ્ટમોર્ટમ થતા તેની હકિકત સામે આવી શકે છે. તેમજ કોણ અને ક્યારે હત્યા કરી તેની તપાસ પોલીસ કરી રહી છે. જેમાં ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તથા સ્થાનિકોમાં ચર્ચા છે કે આ યુવતિ કોઇ બહારના વિસ્તારની હોઇ શકે છે.