રાજકોટના પીપળીયા ગામે ધમધમતી નકલી સ્કૂલ
કોઇપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી શાળા
ધો 1થી 10ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું

રાજ્યમાં વધુ એક વખત નકલી શાળા પકડાઇ છે. જેમાં રાજકોટના પીપળીયા ગામે નકલી સ્કૂલ ધમધમતી હતી. તેમાં કોઇપણ પ્રકારની માન્યતા વગર શાળા શરૂ કરવામાં આવી હતી. ધોરણ 1થી 10ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે. તેમાં શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. તેથી ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલને સીલ મારવામાં આવી છે.

નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા

ગુજરાતમાં નકલીની હવે કોઈ નવાઈ નથી રહી. નકલી IPS અધિકારી હોય કે નકલી ટોલનાકું કે નકલી કચેરી કે નકલી ઘી, દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ નકલી બાબતે ગુજરાતમાં ઘટના બની રહી છે. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે, અત્યાર સુધી તો નકલી ટોલનાકા અને નકલી કચેરીઓ વિશે જ જાણવા મળ્યું છે, પરંતુ રાજકોટમાંથી હવે એક નકલી શાળા પકડાઈ છે. અહીં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કોઈપણ માન્યતા વગર આ શાળા ઘણા સમયથી ધમધમી રહી હતી. નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે.

નકલી સ્કૂલને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી

સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. રાજકોટના માલિયાસણ નજીક પીપળીયા ગામની અંદર નકલી સ્કૂલ ઝડપાઈ છે. ગૌરી પ્રાથમિક શાળા નામથી અહી નકલી સ્કૂલ ધમધમતી હતી. પીપળીયા ગામના નવીન નગરમાં નકલી સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. જેમાં ધોરણ 1 થી 10 ની આ શાળા અને ક્લાસિસ ચાલતા હોવાનો ધડાકો થયો છે. કુવાડવા પોલીસને સાથે રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડો પાડયો છે. તેમાં નકલી સ્કૂલને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *