Parliament 1st Session Live |  18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ફરી કાર્યવાહી બે વાગ્યેે શરૂ થઇ અને રાહુલ ગાંધીએ સત્તાપક્ષ ભાજપ, પીએમ મોદી સામે અનેક મુદ્દે આક્રમક પ્રહાર કર્યા હતા.  જાણો તેઓ શું શું બોલ્યાં….

18th Lok Sabha 1st Session LIVE UPDATES 

4:08 PM

આ દરમિયાન રાહુલ ગાંધી NEET પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નીટ હવે પ્રોફેશનલ નહીં, કોમર્શિયલ એક્ઝામ થઈ ગઈ છે. 

3:50 PM 

લોકસભામાં સ્પીકરથી મોટો કોઈ નહીં

રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિશે કહ્યું કે જ્યારે તમે ફરી લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા ત્યારે હું તમને આસન સુધી લઇ ગયો હતો. આ ચેર પર બે લોકો બેઠા છે. એક લોકસભા સ્પીકર અને બીજા ઓમ બિરલા. લોકસભા અધ્યક્ષને સંભળાવતા રાહુલે કહ્યું કે જ્યારે તમે મારી સાથે હાથ મિલાવો છો તો સીધા ઊભા રહો છો પણ જ્યારે મોદી સાથે હાથ મિલાવવાનો વારો આવે છે તો તમે નજી જાઓ છો. રાહુલની આ ટિપ્પણીને અમિત શાહે આસનનું અપમાન ગણાવ્યું હતું. ત્યારબાદ ઓમ બિરલાએ કહ્યું કે વડીલોને માન આપવું જ જોઇએ. ત્યારે રાહુલે કહ્યું કે તમે ગૃહના કસ્ટોડિયન છો. તમારાથી મોટું કોઈ નથી. તમારે કોઈની સામે નમવું ના જોઈએ. હું તમારી સામે નમીશ. સમગ્ર વિપક્ષ તમારી સામે નમશે. 

3:30 PM 

તમે ખેડૂતોની વાત નથી કરતાં, તેમને આતંકી ગણાવો છો : રાહુલ 

રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતો માટે અમે જે જમીન સંપાદન બિલ બનાવ્યું હતું તે યોગ્ય વળતર અપાવવા માટે હતું. તમે તેને રદ કરી દીધું. સત્તા પક્ષ તરફથી ઓથેન્ટિકેટ કરવાની માગ પર રાહુલે કહ્યું કે એ પણ કરી દઈશું. ખેડૂતોને ડરાવવા માટે તમે ત્રણ કાયદા લાવ્યા. વડાપ્રધાને કહ્યું કે આ કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. જોકે સત્ય તો એ હતું કે અંબાણી – અદાણીને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા લવાયા હતા. ખેડૂતો માર્ગો પર ઉતરી ગયા, તમે ખેડૂતો સાથે વાત પણ ના કરી. તમે એમને ગળે ન લગાવ્યા. ઉલટાનું તમે એ લોકોએ આતંકી ગણાવ્યા. તમે કહો છો કે આ બધા આતંકી છે. રાહુલે વચ્ચે અટકાવતા અમિત શાહે કહ્યું કે આ મામલાને ઓથેન્ટિક કરો. તેના પર રાહુલે આગળ કહ્યું કે અમે ખેડૂતો માટે ગૃહમાં મૌન રાખવાની વાત કરી પણ સત્તા પક્ષની એ પણ ના થયું. 

3:15 PM 

‘લખી લેજો, આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું…’ સંસદમાં રાહુલ ગાંધીનો હુંકાર 

રાહુલ ગાંધીએ કહ્યું કે ઈનકમ ટેક્સ, ઈડી બધા સ્મોલ બિઝનેસ ઓનર્સને હેરાન કરે છે અને તેના કારણે જ મોટા ઉદ્યોગપતિઓ અને અબજપતિઓનો માર્ગ મોકળો થયો છે. હું ગુજરાત ગયો હતો. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના લોકોને મળ્યો. એ લોકોએ મને કહ્યું કે અબજપતિઓને ફાયદો પહોંચાડવા જ જીએસટી લવાયો હતો. આ દરમિયાન જ કોઈએ પૂછ્યું કે ગુજરાત પણ જાઓ છો કે શું? તો રાહુલે જવાબ આપ્યો કે ક્યારેક ક્યારેક જાઉ છું. રાહુલે આ દરમિયાન જ મોટો દાવો કરતાં કહ્યું કે આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું. લખીને લઈ લો આ વખતે ગુજરાતમાં અમે જીતીશું. 

3:10 PM 

અગ્નિવીર યુઝ એન્ડ થ્રો મઝદૂર- રાહુલ ગાંધી

રાહુલે અગ્નિવીર યોજના વિશે એક અગ્નિવીરની શહીદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી તેમને શહીદ નથી કહેતા. અગ્નિવીરોના પરિવારના સભ્યોને પેન્શન નહીં મળે. સામાન્ય સૈનિકને પેન્શન મળશે, સરકાર તેની મદદ કરશે પરંતુ અગ્નિવીરને સૈનિક નથી ગણતી. અગ્નિવીર એક યૂઝ એન્ડ થ્રો મજૂર બની ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે યુવાનો અને સૈનિકો વચ્ચે વિભાજન પેદા કરી રહ્યા છો અને પછી પોતાને દેશભક્ત કહો છો. આ કેવા દેશભક્ત છો? 

3:06 PM 

મણિપુર મુદ્દે રાહુલના આકરા પ્રહાર 

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત માટે પહેલીવાર કોઈ રાજ્યનો દરજ્જો છીનવી લેવાયો. જમ્મુ-કાશ્મીરે દરજ્જો ગુમાવ્યો. અમે મણિપુરનો મુદ્દો ઊઠાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ માટે આ મણિપુર જાણે ભારતનો હિસ્સો છે જ નહીં. અમે મણિપુર ગયા અને વડાપ્રધાનને અપીલ કરી કે તમે પણ મણિપુર જાઓ અને તેને બચાવો. તો પણ તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો. 

3:05 PM 

રાહુલે હિન્દુ નહીં ભાજપ ડર ફેલાવે છે બસ આટલું કહેતા અમિત શાહ ભડક્યાં  

રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું કે હિન્દુ ડર નથી ફેલાવી શકતો ત્યારે તેમણે શિવજીની તસવીર પણ બતાવી અને સાથે જ કહ્યું કે ભાજપ ડર ફેલાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યાથી શરૂ કરું છું. બસ આટલું કહેતા જ અમિત શાહ ઊભા થઈ ગયા અને કહ્યું કે નિયમ આમના પર લાગુ નથી થતો કે શું? તે આખા ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ મૂકી રહ્યા છે. હાઉસ ઓર્ડરમાં નથી. ગૃહમાં આવું નહીં ચાલે. 

3:00 PM 

એ તો ભાજપવાળાને પણ ડરાવે છે : પીએમ મોદી પર રાહુલના પ્રહાર 

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી અયોધ્યાના લોકોને તો છોડો, ભાજપવાળાને પણ ડરાવે છે, રાજનાથ અને ગડકરી પણ તેમની સામે નમસ્તે પણ નથી કરતા. 

2:50 PM 

રાહુલે કહ્યું – માઈક આપો સર… 

સંસદમાં બોલતી વખતે લોકસભા અધ્યક્ષને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે માઈક આપો સર. તેમને સવાલ પણ પૂછ્યો કે માઈકનો કન્ટ્રોલ કોની પાસે છે? જવાબમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમાં એક વ્યવસ્થા હોય છે. જ્યારે આસન વતી કોઈ વ્યક્તિને બોલવા માટે કહેવાય છે ત્યારે જ તેનો માઈક શરુ કરવામાં આવે છે. તમારું માઈક બંધ નથી કરાતું. દરમિયાન રાહુલે કહ્યું કે મારા ભાષણ વચ્ચે માઈક ઓફ થઇ જાય છે. હું શું કરું. 

2:46 PM 

રાહુલના નિવેદન વચ્ચે પીએમ મોદી ઊભા થયા 

રાહુલ ગાંધીના નિવેદન વચ્ચે સત્તા પક્ષના સભ્યોએ હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. પીએમ મોદી પોતાની ચેર પર ઊભા થયા અને તેને ગંભીર વાત ગણાવતાં કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વાત છે. તેની સામે રાહુલ ગાંધી બોલ્યાં કે પીએમ મોદી અને ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું કે છે તે બદલ માફી માગવી જોઈએ. આ ધર્મ વિશે કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને અપીલ કરીશ કે તે ઈસ્લામ ધર્મમાં અભય મુદ્રા વિશે તે ઈસ્લામિક વિદ્વાનોનો અભિપ્રાય લઇ લે. 

2:45 PM 

ખુદને હિન્દુ ગણાવતા લોકો હિંસા કરે છે : રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો 

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ તેમના ભાષણમાં એક દિવસ કહ્યું હતું કે હિન્દુસ્તાન ક્યારેય કોઈના પર હુમલો નથી કરતું. તેનું કારણ છે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે ડરતો નથી. આપણા મહાપુરુષોએ આ સંદેશ આપ્યો કે ડરશો નહીં, ડરાવશો નહીં. શિવજી કહે છે કે ડરશો નહીં, ડરાવશો નહીં અને ત્રિશૂળને જમીનમાં સ્થાપિત કરી દે છે. બીજી બાજુ જે લોકો પોતાની જાતને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિન્દુ છો જ નહીં. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યને સાથ આપવો જોઈએ. 

2:35 PM 

કોંગ્રેસ અભય મુદ્રામાં : રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે મારી સામે ફેક કેસ લગાવી દેવાયા. મને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યો. અધિકારીઓ પણ ચોંકી ગયા. I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને જેલમાં નાખી દેવાયા. ઓબીસી-એસસી-એસટીની વાત કરનારાઓ પર કેસ ઠોકી દેવામાં આવ્યા. રાહુલ ગાંધીએ ભગવાન શિવની અભય મુદ્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોંગ્રેસ અભય મુદ્રામાં છે. અલગ અલગ ધર્મોનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે તેમનામાં પણ અભય મુદ્રા દેખાય છે. 

2:30 PM 

રાહુલે લોકસભામાં ભગવાન શંકરની તસવીર લહેરાવી 

રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન દરમિયાન ભગવાન શંકરની તસવીર લહેરાવી હતી. તેની સામે  સ્પીકર ઓમ બિરલાએ રાહુલને અટકાવ્યા અને રૂલ બુક બહાર કાઢી. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે ગૃહમાં શિવજીની તસવીર પણ ન બતાવી શકીએ, તમે મને રોકી રહ્યા છો. મારી પાસે વધુ તસવીરો હતી જે હું બતાવવા માંગતો હતો અને જણાવવા માંગતો હતો કે કેવી રીતે ભગવાન શિવે મારી રક્ષા કરી.’

2:25 PM 

ત્રિશૂળ એટલે અહિંસા : રાહુલ

ભગવાન શિવને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મને તેમનાથી પ્રતિકૂળ સંજોગોમાં સંઘર્ષ કરવાની પ્રેરણા મળી. તેમના ડાબા હાથમાં ત્રિશૂળનો અર્થ અહિંસા છે. અમે કોઈપણ હિંસા વિના સત્યનું રક્ષણ કર્યું છે.’ ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મારા માટે માત્ર સત્તા જ મહત્ત્વની છે.’

02:20 PM 

સંસદની કાર્યવાહી ફરી શરૂ થઇ હતી. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે જવાબ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સમગ્ર વિપક્ષ આઈડિયા ઓફ ઈન્ડિયાને બચાવવાના પ્રયત્ય કરી રહ્યો છે. અમે દેશના બંધારણની રક્ષા કરી. અમે હિંસાવાદી નથી. જ્યારે એમના (ભાજપ) માટે તો ફક્ત સત્તા મહત્ત્વ ધરાવે છે. 

01:25 PM 

દાયકાઓથી નહેરૂના ચરિત્ર હનનમાં લાગેલો છે સંઘ: ખડગે

ખડગેએ અટલ બિહારી વાજપાપેઇનું નિવેદન ક્વૉટ કર્યું અને સાથે જ સંઘને લઇને નેહરૂના લેટરને વાંચી સંભળાવ્યો. તેના પર સભાપતિએ કહ્યું- એ પણ જણાવી દે કે અટલબિહારી વાજપેઇજી કયા સંગઠનના હતા. ખડગેએ તેના પર કહ્યું કે જનસંઘ. તેમણે કહ્યું કે વાજપેઇજી હોત તો આ પ્રકારના ઝેરીલી વાતો ન કરતા. ખડગેની સ્પીચ બાદ સુધાંશુ ત્રિવેદી ઉભા થયા. તેમણે કહ્યું કે મેં જવાહર લાલ નહેરૂને લઇને કોઇપણ ઝેરી વાત કહી નથી. મેં માત્ર કોંગ્રેસના જ ચાર નેતાઓને કોટ કર્યા. 

01:20 PM 

ખડગેએ ઉઠાવ્યો નોકરી અને મોંઘવારીનો મુદ્દો

મલ્લિકાર્જુન ખડગેએ ભરતીઓનો મુદો ઉઠાવ્યો. તેના પર સભાપતિ ધનખડે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને જવાબ આપવા માટે કહ્યું. અશ્વિની વૈષ્ણવે નોકરીઓના આંકડા જણાવ્યા. ખડગેએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો અને 2014 ની ચૂંટણીમાં ભાજપનો ચૂંટણીનો નારો યાદ અપાવ્યો- ઘટશે મોંઘવારી, વધશે કમાણી. તેમણે સરકારને કામ કરવાની સલાહ આપી અને મહાત્મા ગાંધીનું એક વક્તવ્ય કોટ કર્યું. 

તમારી ઇજ્જત કરું છું, તમારા પિતાના કારણે.. જ્યારે નીરજ શેખર પર ભડક્યા ખડગે

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રેલનો મુદ્દો ઉઠાવ્યો. તેના પર ભાજપના રાજ્યસભા સાંસદ નીરજ શેખરે કંઇક કહ્યું. તેના પર ખડગેએ તેમને કહ્યું કે તમારા પિતાજીને રિસીવ કરવા ગયા હતા, તે ચાર વખત ગુલબર્ગા આવ્યા. ત્યારે રેલ જ હતી. તમારી ઇજ્જત કરું છું તમારા પિતાજીના લીધે. 

01:20 PM 

અમે ચૂંટણીપંચને 117 ફરિયાદો કરી પણ કોઈ કાર્યવાહી ના થઇ 

રાજ્યસભામાં ખડગેએ ચૂંટણી પંચનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીના નિવેદનો પર રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમના અભિભાષણમાં ચિંતા વ્યક્ત કરવાની જરૂર હતી. વડાપ્રધાને ચૂંટણીના ભાષણોમાં 421 વાર મંદિરો, મસ્જિદો અને અન્ય ધર્મોની વાત કરી. પાકિસ્તાન અને લઘુમતીઓ વિશે 224 વખત વાત કરી. કોંગ્રેસનો ઢંઢેરો ચોક્કસ ધર્મ સાથે જોડી દીધો.  75 વર્ષમાં અલગ-અલગ પક્ષોના વડાપ્રધાનોએ ચૂંટણીમાં પ્રચાર કર્યો. પહેલા ક્યારેય આવું જોવા મળ્યું નથી. અમે ચૂંટણી પંચને 117 ફરિયાદો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બેન્ક ખાતા સીઝ કરાયા હતા અને આવકવેરાની નોટિસો પણ ફટકારાઈ. 
888

12:45 PM 

ગૃહમાં ખડગેનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો 

ખડગેએ શાયરાના અંદાજમાં કહ્યું કે ‘સચ બોલને વાલે અક્સર બહુત હી કમ બોલતે હૈ, જૂઠ બોલને વાલે નિરંતર, હરદમ બોલતે હૈ… એક સચ કે બાદ ઔર સચ કી જરૂરત નહીં હોતી, એક જૂઠ કે બાદ સેંકડો જૂઠ આદતન બોલતે હૈં…’ વડાપ્રધાન મોદીની અમૃતવાણી છે. જે મેં અહીં રજૂ કરી. જો તમને દુઃખ થયું હોય તો કે પછી એમને દુઃખ થયું હોય તો માફી માગુ છું. 

12:30 PM 

ખડગેએ બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો 

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ બંધારણીય સંસ્થાઓના દુરુપયોગનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેનો ઉપયોગ વસૂલી માટે કરવામાં આવ્યો. મને આશા છે કે તમે સત્યનું સમર્થન કરશો. તેના પર અધ્યક્ષે કહ્યું કે હું હંમેશા સત્યનું સમર્થન કરું છું. ગૃહના નેતાઓ હસ્તક્ષેપ કરવા માંગે છે. તેના પર ખડગેએ કહ્યું કે મારી લિંક તૂટી જશે. ગૃહના નેતા જેપી નડ્ડાએ સ્પીકરને લઈને વિપક્ષના નેતાના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું કે હું અહીં કોઈનું અપમાન કરવા માટે ગૃહમાં આવ્યો નથી. અધ્યક્ષ ધનખરે પણ આવા આક્ષેપો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આના પર ખડગેએ કહ્યું કે જો તમને દુઃખ થાય તો ઠીક છે, મને અફસોસ છે.

12:00 PM 

અમે પેપરલીક, બેરોજગારીની વાત કરીએ છે, તો મોદીજી મંગળસૂત્ર અને મુજરાની

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ વિશે વાત કરતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ‘અમે ખેડૂતોની વાત કરીએ છીએ ત્યારે મોદી ભેંસ ઉપાડી જવાની વાત કરે છે. અમે ભાજપના ભાગલાના રાજકારણની વાત કરીએ છીએ ત્યારે મોદીજી ઔરંગઝેબની વાત કરે છે. અમે પેપર લીકની વાત કરીએ છીએ ત્યારે તેઓ મંગલસૂત્ર અને મુજરાની વાત કરે છે. અમે રોજગારીની વાત કરીએ છીએ ત્યારે તેઓ ‘મન કી બાત’ કરવા લાગે છે. ઈતિહાસને લગતા નિર્ણયો લેવામાં જનતા સક્ષમ છે. જૂઠું બોલવું, લોકોમાં ભાગલા પાડવા, આ બધું પહેલીવાર બન્યું છે. આ પહેલા કોઈ વડાપ્રધાને આવા કામ કર્યા નથી.’ આ દરમિયાન ખડગેએ વિદેશી મીડિયાના કવરેજનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘વિશ્વગુરુ વિશે આપણે નહીં પરંતુ વિશ્વ બોલી રહ્યું છે. દેશની ચૂંટણીમાં વડાપ્રધાન નફરતભર્યા શબ્દો બોલ્યા હતા.’

11:35 AM 

રાષ્ટ્રપતિના અભિભાષણમાં કોઈ વિઝન નથી : મલ્લિકાર્જુન ખડગે 

લોકસભામાં વિપક્ષના વૉકઆઉટ બાદ રાજ્યસભામાં પણ ભારે હોબાળો યથાવત્ રહ્યો હતો. રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિના ભાષણનો જવાબ આપ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું કે ‘પડકારોનો સામનો કઇ રીતે કરાશે તે અંગે જણાવવાનું હતું પણ રાષ્ટ્રપતિના અભિભાષણમાં કોઈ વિઝન જ નહોતું. તેમનું અભિભાષણ ફક્ત સરકારની પ્રશંસા કરનારું હતું. તેમાં પાયાની સુવિધાઓની અવગણના કરવામાં આવી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આપણે સાથ મળીને કામ કરીશું પણ છેલ્લાં 10 વર્ષ જોશો તો ખબર પડશે કે આ ફક્ત ભાષણોમાં જ હતું.’  

11:30 AM 

સત્તાપક્ષ દ્વારા NEET મુદ્દે ચર્ચા કરવા કોઈ તૈયારી ન બતાવાતા વિપક્ષે હોબાળો મચાવ્યો અને આખરે  લોકસભામાંથી વૉકઆઉટ કરવાનો નિર્ણય લીધો. 

11:15 AM 

વિપક્ષના નેતા રાહુલ ગાંધી લગભગ 12:15 વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મૂના અભિભાષણ સામે પોતાનો પક્ષ રજૂ કરશે. 

11:10 AM 

સંસદે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા 

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદ વતી ભારતીય ક્રિકેટ ટીમને T-20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

11:00 AM 

I.N.D.I.A ગઠબંધને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે કર્યા દેખાવ 

કેન્દ્રીય તપાસ એજન્સીઓ જેમ કે ઈડી, સીબીઆઈ, ઈન્કમ ટેક્સ વિભાગના દુરુપયોગનો આરોપ મૂકતાં  I.N.D.I.A ગઠબંધનના સાથીઓએ સંસદના ગેટ પર જ દેખાવો શરૂ કરી દીધા હતા. આ દેખાવોમાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા. 

10:30 AM 

સંસદની બહાર વિપક્ષનો હોબાળો, NEET પર ચર્ચા કરવા માગ સાથે એકજૂટ થઈને કર્યા દેખાવ   

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *