– પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક કમાણી પછી

– કલ્કિનો બીજો ભાગ પહેલા ભાગથી પણ વધુ ભવ્ય બનાવવાની તૈયારી

કલ્કિ ફિલ્મ રિલીઝ થવાના પ્રથમ દિવસે રેકોર્ડ આવક મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. પણ બીજા દિવસે તેનું બોક્સ ઓફિસ કલેક્શન નિરાશાજનક રહ્યું. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનના તાજા આંકડા અનુસાર સારી ઓપનિંગ પછી કલ્કિને તગડો ઝટકો લાગ્યો છે.

દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ કલ્કિને ધમાકેદાર ઓપનિંગ પછી બીજા દિવસે નિરાશા સાંપડી છે. અહેવાલ અનુસાર કલ્કિએ બીજા દિવસે ૫૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેનું આ કલેક્શન ચોંકાવનારું છે. 

આ રકમ ભલે ઓછી નથી પણ પ્રથમ દિવસે ફિલ્મને જ્યારે લગભગ ૧૦૦ કરોડ મળ્યા હોય ત્યારે બીજા દિવસે પચાસ ટકા ઓછા થવાનો ઝટકો નાનો નથી. આથી જ હવે આગામી દિવસોના બોક્સ ઓફિસ કલેક્શન પર લોકોની અને વિવેચકોની નજર રહેશે.

બીજી તરફ દર્શકો દ્વારા ફિલ્મ વિશે સારા અભિપ્રાય મળી રહ્યા છે. જો કે કેટલાક દર્શકોના મતે ફિલ્મનો પ્રથમ હિસ્સો અત્યંત ધીમો છે. ફિલ્મના પ્રથમ ભાગમાં માત્ર અમિતાભ બચ્ચન છવાયેલા રહ્યા. હવે તેના બીજા હિસ્સમાં પ્રભાસ અને કમલ હાસનના પાત્ર મોટા હોવાનું માનવામાં આવે છે. 

અહેવાલ અનુસાર ફિલ્મનો બીજો ભાગ પ્રથમ ભાગથી પણ વધુ ભવ્ય બની રહ્યો છે. કર્ણના રોલમાં કલ્કિની રજૂઆત થઈ ગઈ છે અને કમલ હાસન પણ કલીના રોલમાં આવી ચુક્યા છે. હવે જોવાનું રહે છે કે ફિલ્મના સર્જકો બીજા ભાગની શરૂઆત ક્યારે કરે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *