મુંબઇ : અમિતાભ બચ્ચનની લાડકી દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પોતાના કામથી જ અનોખી ઓળખ પ્રાપ્ત કરી છે. નવ્યા નવેલી નંદા એક્ટિંગ સાથે નથી સંકળાઇ, પણ તે સતત ચર્ચામાં રહે છે. અત્યારે નવ્યા તેના બિઝનેશ પાર્ટનર સમ્યક ચક્રવર્તીની સાથે લખનઉ પહોંચી ગઇ છે.  બન્ને મળીને લખનઉમાં શિક્ષણ પર આધારિત નિમાયા પ્રોજેક્ટની શરૂઆત કરવા જઇ રહી છે.

આ સંદર્ભે નવ્યાએ આપેલી એક મુલાકાતમાં જણાવ્યું છે કે લખનવમાં નિમાયા  પ્રોજેક્ટ લોન્ચ થવાની તૈયારીમાં છે. તેનો લોન્ચ કરવાનું કારણ એ છે કે હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની સાથે તમામ ટેકનોલોજી સંકળાયેલી છે, જેને કારણે લોકોની નોકરી પણ હાથમાંથી જવા માંડી છે. આમાં મહિલાઓ અને યુવતીઓને અમે એવું કામ શીખવવા જઇ રહ્યા છે કે જે સામાન્ય સ્કિલ્સ દ્વારા માત્ર માણસો જ કરી શકે છે.

નવ્યા નવેલી નંદાએ એમ પણ જણાવ્યું  કે આ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. લખનવમાં અત્યાર સુધીમાં ૧,૦૦૦ યુવતીઓ આ પ્રોજેક્ટ સાથે જોડાઇ ગઇ છે. આ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. તેમના જીવનમાં એખ પરિવર્તન લાવશે. આજ કારણે મહિલાઓ તેમના કાર્યમાં આગળ વધી શકશે. આ પ્રોજેક્ટમાં તમામ પ્રકારના પ્રોગ્રામ હશે અને વયની કોઇ મર્યાદા નહીં હોય.’

નવ્યાનો આ પ્રોજેક્ટ સ્ત્રી સશક્તિકરણની દિશામાં સુયોગ્ય બની રહેશે, એવી આશા જરૂર રાખી શકાય.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *