નુકસાનવિહીન અનાજ- કઠોળ- શાકભાજીનું ઉત્પાદન વધારવા પ્રયાસ : ગાયના નિભાવ માટે ત્રણ વર્ષમાં 13.44 કરોડનું ચુકવણું : પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને લાભ મળ્યો
પોરબંદર, : ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે કરોડો રૂપિયાની સહાયનો લાભ વિવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે ત્રણ વર્ષમાં 13.44 કરોડનું ચુકવણુ કરવામાં આવ્યુ છે.
પ્રાકૃતિક ખેતી કરતા પોરબંદરના 3083 કુતિયાણામાં 884 અને રાણાવાવમાં 410 સહિત જિલ્લામાં 4377 યુવાનોને ગાય નિભાવ માટે વર્ષે 10800 રૂપિયાની મર્યાદામાં સહય ચુકવાઇ છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું અનેરૂ મહત્વ છે. જમીનનો બગાડ થતો અટકાવવા, ખેતી ખર્ચ ઘટાડવા, જંતુનાશક દવા અને કેમિકલ યુક્ત ખાતરથી ઉત્પાદિત થયેલ ખોરાકના બદલે શુધ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે.
પોરબંદર જિલ્લામાં આત્મા ગવનગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેકટના ડાયરેકટર ત્રાડાની ટીમ ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરાય છે. આ યોજના અંતર્ગત દર મહિને ખેડૂતોને 900 રૂપિયા અને વાષક 10,800 રૂપિયાની એક ગાયના નિભાવ માટે સહાય અપાય છે. પોરબંદર જિલ્લામાં વર્ષ 2021-22 માં 377.40 લાખ,2022-23 માં 488.96 લાખ, 2023-24માં 478.49 લાખની સહાયનું ચુકવણુ ખેડૂતોનેકરવામાં આવ્યુ હતુ.
ગાય નિભાવ માટે કયા ખેડૂતોને કેવી રીતે સહાય આપવામાં આવે છે
ખેડૂત પાસે ખેતીની જમીન અને દેશી ગાય હોવી જોઇએ. દેશી ગાયને ટેગ મારેલ હોવું જોઇએ. ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઇએ. આવ ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે. જરૂરી સાધનિક કાગળો નાયબ ખેતી નિયામક (તાલીમ) કચેરી ખેડૂત તાલીમ કેન્દ્ર સાન્દીપનિ મંદિરની બાજુમાં, પ્રોજેકટ ડાયરેકટર આત્મા પ્રોજેકટ કચેરી ખાતે પહોંચતા કરવાના રહેશે. ખરાઇ કર્યા બાદ ખેડૂતોને લાભ આપવામાં આવે છે.