– રોડ
પર પાણી ભરાવાના લીધે કાદવ કિચડનું સામ્રાજ્ય, પગપાળા જતા વ્યક્તિઓ હાલાકીમાં
સુરત,:
નવી
સિવિલ કેમ્પસમાં જિલ્લા ક્ષય કચેરી,
જિલ્લા રક્તપિત્ત કચેરી, ચોર્યાસી તાલુકા
બ્લોક હેલ્થ કચેરીના સહિતના કેટલીક જગ્યાએે વરસાદી પાણી ભરાવાથી મચ્છરોની ઉત્પત્તિ
સહિતની સમસ્યાના લીધે ત્યાં ફરજ બજાવતા કર્મચારી સહિતનાઓ તકલીફ વેઠી રહ્યા હોવાનું
જાણવા મળે છે.
સુત્રો પાસેથી
મળેલી વિગત મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા જિલ્લા
ક્ષય કચેરી, જિલ્લા રક્તપિત કચેરી અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સંચાલિત ચોર્યાસી બ્લોક
હેલ્થ કચેરી એક જ સ્થળ ઉપર આવેલી છે. જોકે આ રોડ વરસાદી પાણીના નિકાલના અભાવે સતત પાણીનો
ભરાવો થતા મચ્છરોની ઉત્પત્તિ થઇ રહી છે. એટલુ નહી પણ આ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ
સહિતના લોકો રોડ ઉપરથી અવરજવર કરે છે. આ ત્રણ કચેરી સહિત કેમ્પસમાં કેટલીક જગ્યાએ વરસાદી
પાણીનો ભરાવો થાતો હોવાનું સુત્રો કહ્યુ હતું. જેના લીધે કેમ્પસમાં પાણીના ભરાવો અને
કાદવ કિચડના લીધે મચ્છરો ઉત્પતિ થઇ રહી છે. જેના લીધે રોગચાળો ફેલાવવાની શકયતા સેવાઇ
રહી છે. જેથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આરોગ્ય
વિભાગની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય જોખમા હોવાની શક્યતા છે. સિવિલ કેમ્પસમાં
સરકારી ત્રણ કચેરીમાં રોડ પર પાણીનો ભરાવો ન રહે તે માટે ની યોગ્ય વ્યવસ્થા કરવામાં
આવે તે માટે આરોગ્ય અધિકારીએ વહીવટી તંત્રને જાણ કરી હોવાનું સુત્રો કહ્યુ હતું.