સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો થયો છે. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે અને તેને જોવા માટે લોકો કાંઠા પર પહોચી રહ્યાં છે. 

સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદી પર બનાવવામાં આવેલા વિયરમાં પાણીનો સંગ્રહ કરીને તેમાંથી રો વોટર લઈ વોટર વર્કસમાં ટ્રીટ કરીને સુરતીઓને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. તાપી નદીમાં બનાવવામા આવેલા વિયર ની સપાટી 5 મીટરથી ઓછી થાય એટલા પાણીની ગુણવત્તા પર માઠી અસર પડે છે. આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા વિયરની સપાટી 4.92 મીટર થઈ ગઈ હતી. ત્યાર બાદ પાણીની ગુણવત્તા બગડે નહીં તે માટે સુરત પાલિકાએ ઉકાઈ ડેમના સત્તાધીશોને  27 જુને પત્ર લખીને પાણી છોડવા માટેની માગણી કરી હતી.

જોકે, આ પત્ર સીધો કુદરત પાસે પહોંચી ગયો હોય તેમ માત્ર ત્રણ દિવસમાં જ વિયરના ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઈ ગયો હતો. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે  બંધ કરવામાં આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *