અમદાવાદ SOGએ 5. 14 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું
SOGએ આરોપી ફિરોઝ ઉર્ફે ભાઈમિયા મેવાતીની ધરપકડ
મધ્યપ્રદેશના અન્ય આરોપીની શોધખોળ પણ શરૂ કરી

અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ SOGએ 51.400 ગ્રામ એમડી ડ્રગ્સ પકડ્યુ છે અને સાથે જ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ એમડી ડ્રગ્સની કિંમત બજારમાં રૂપિયા 5.14 લાખ જેટલી આંકવામાં આવી રહી છે.

અમદાવાદ SOGએ 5. 14 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું

અમદાવાદ SOGએ એમડી ડ્રગ્સની સાથે એક આરોપીની ધરપકડ કરી છે, આરોપીનું નામ ફિરોઝ ઉર્ફે ભાઈમિયા મેવાતી જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ SOGની ટીમે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મધ્યપ્રદેશના અન્ય આરોપી ભૂરા મેવાતીની શોધખોળ પણ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાંથી અગાઉ પણ એમડી ડ્રગ્સ સાથે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગુનાઓ પણ નોંધાયા છે.

મેડિકલ સ્ટુડન્ટ સપડાઈ રહ્યા છે ડ્રગ્સના સકંજામાં

શહેરમાં હવે મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાઈ રહ્યા છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો હતો. સોલા સિવિલનો સ્ટુડન્ટ SVPમાં આવીને ડ્રગ્સ લેતો હતો. જેમાં સિક્યુરિટીની જાગૃતતાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ SVPના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જેમાં સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેવા માટે SVPમાં છેલ્લા કેટલાય દિવસથી આવતો હતો. તેમાં સિક્યુરિટીની સફળતાના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

બે વર્ષમાં 40 કરોડનો વિદેશી-દેશી દારૂનો જથ્થો પકડાયો

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં 40 કરોડથી વધુનો વિદેશી-દેશી દારૂ અને નશીલા પદાર્થનો જથ્થો પકડાયો છે. અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની બોલબાલા વધી છે, વર્ષ 2022ના અરસામાં શહેરમાંથી 5 કરોડ જ્યારે ગ્રામ્યમાં 7 કરોડ જથ્થો પકડાયો હતો. એ પછી વર્ષ 2023માં અમદાવાદ શહેરમાં 5.50 કરોડ અને ગ્રામ્યમાં 10.22 કરોડથી વધુનો જથ્થો પકડાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા લેખિત સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *