વડોદરાથી ડુપ્લીકેટ નોટ સુરતમાં ઘુસાડવાનું રેકેટ
10 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ માર્કેટમાં ફરતી કરી
 19 હજારની નોટ સુરત શહેર SOGએ કબ્જે કરી

સુરતમાં ડુપ્લીકેટ ચલણી નોટનો પર્દાફાશ થયો છે. જેમાં વડોદરાથી ડુપ્લીકેટ નોટ સુરતમાં ઘુસાડવાનું રેકેટ ઝડપાયુ છે. તેમાં 10 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ માર્કેટમાં ફરતી કરી છે. તેમજ 60 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ સુરત પહોંચી હતી. તથા રૂપિયા 19 હજારની નોટ સુરત શહેર SOGએ કબ્જે કરી છે. તેમજ ડુપ્લીકેટ ચલણી નોટો સાથે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી કૃપાલે ગોપાલને નકલી નોટ આપી હતી

આરોપી કૃપાલે ગોપાલને નકલી નોટ આપી હતી. જેમાં એકાદ વર્ષ પહેલા આરોપી કૃપાલ વડોદરા ગયો હતો. તેમાં વડોદરામાં કૃપાલની મુલાકાત પંકજ પંચાલ સાથે થઈ હતી. તેમજ વડોદરાનો પંકજ પંચાલ વોન્ટેડ જાહેર કરાયો છે. તેમજ સલાબતપુરા વિસ્તારમાંથી એક આરોપી પકડાયો છે. તથા પ્રથમ આરોપીની પુછપરછ કરતા બીજા બે આરોપી પકડાયા છે. તેમાં ડુપ્લીકેટ ચલણી નોટો સાથે કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરત શહેર SOGને મોટી સફળતા મળી છે. આરોપી ભાવીન હિમ્મતભાઈ વ્યાસ પ્રથમ પકડાયો હતો. તથા આરોપી ગોપાલ મુકેશભાઈ વિઠલાણીએ ભાવિનને નોટ આપી હતી. તેમજ આરોપી ગોપાલની અમરોલીમાં મઢુલી નાસ્તા હાઉસની દુકાન છે.

વડોદરાનો પંકજ પંચાલ વોન્ટેડ આરોપી જાહેર કરાયો

નાસ્તા હાઉસ પર ગ્રાહક ક્રુપાલ અરવિંદભાઇ પટેલ આવતો હતો. તેમાં આરોપી કૃપાલે ગોપાલને નકલી નોટ આપી હતી. તથા એકાદ વર્ષ પહેલા આરોપી કૃપાલ વડોદરા ગયો હતો. વડોદરા ખાતે કૃપાલની મુલાકાત પંકજ પંચાલ સાથે થઈ હતી. તથા વડોદરાનો પંકજ પંચાલ વોન્ટેડ આરોપી જાહેર કરાયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *