બોપલ બ્રિજ પાસે સર્જાયો અકસ્માતદારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયોઅકસ્માતમાં ગાડીઓનો કચરઘાણ વળ્યો

અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બોપલ બ્રિજ પાસે આ અકસ્માતની ઘટના બની છે. તેમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. તેમજ 6 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માતમાં ગાડીઓનો કચરઘાણ વળ્યો છે.
 દારૂ ભરીને જતી ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો
અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતી કારનો અકસ્માત થયો છે. જેમાં દારૂ ભરીને જતી ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે તેમજ 6 લોકો ઘાયલ થયા છે. જેમાં આઇસર, થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા રસ્તા પર દારૂની નદીઓ વહી હતી. તેથી એક તરફનો રોડ બંધ કરાયો હતો. તેમજ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તથા ગાડીમાંથી અલગ – અલગ નંબર પ્લેટ મળી આવી છે. તેમજ ફોર્ચ્યુનર કારમાં આખી બ્લેક ફિલ્મ લાગવી રાખેલ હતી. તથા ગાડીમાં આખું પ્લાસ્ટિક કવર કરાવ્યું હતું.
જાણો સમગ્ર મામલો:
અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે છ વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથી ધરી છે. જ્યારે થાર ચાલકની હાલત ગંભીર હોવાની મહિતી છે. થાર કાર ચાલકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની ઓળખ વિરમગામના સંજય ભરતભાઇ કાઠી તરીકે થઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *