લુંટ,હત્યાની કોશિશ,રાયોટિંગ સહિતના ગુનાની PI સામે નોંધાઈ ફરિયાદ
ગીરસોમનાથમાં PI તરીકે આર.એ.ભોજાણી બજાવે છે ફરજ
પોલીસ ફરિયાદમાં PI ભોજાણી સહિત 22 શખ્સો સામે ગુનો દાખલ
જૂનાગઢમાં PI ભોજાણીની લુખ્ખાગીરી સામે આવી છે,જેમાં ગીર સોમનાથના PIએ ગાદોઈ ટોલ નાકે ટોલ ટેકસ નહી ચૂકવવાને લઈ માથાકૂટ કરી હતી.ટોલ ટેકસ ચૂકવવા બાબતે રોફ જમાવી ટોલ ટેક્સના સંચાલક પર હુમલો કર્યો હતો જેના કારણે ટોલ કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે.
વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ટોલનાકા પર ગીર સોમનાથના પી.આઈ આર.એ. ભોજાણીએ ટોલનાકા પર બબાલ કર્યાની ઘટના સામે આવી છે, જેમાં ગાદોઈ ટોલનાકાના પર પોતાના પ્રાઇવેટ વાહનમાં આવી પીઆઈએ તેનું આઇ કાર્ડ બતાવ્યું હતું. ત્યાર બાદ ટોલ વસૂલતા કર્મચારી સાથે બોલાચાલી થતાં પીઆઇ આર.એ.ભોજાણી ટોલબૂથમાં ઘૂસી ટોલ ટેક્સના કર્મચારીનો કાઠલો પકડી બહાર લઈ જતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.વંથલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ.
રાયોટીંગનો નોંધાયો ગુનો
ત્રણ ફોર વ્હીલમાં આવેલા 20થી વધુ અજાણ્યા શખ્શોએ ટોલનાકા સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યારે ગંભીર રીતે ઘવાયેલ ટોલનાકાના બંને માણસોને સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બંને ઈજાગ્રસ્તોના હાથ પગમાં ફ્રેક્ચરને ગંભીર ઇજાઓ થયાનું જણાવ્યું હતું. જેને લઇ વંથલી પોલીસે પીઆઈ આર. એ. ભોજાણી સહિત 20થી વધુ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે.
ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના પી.આઈ આર.એ ભોજાણી તેનો સ્કોર્પિયો લઈ ગાદોઈ ટોલનાકે નીકળેલ હતા. ત્યારે પીઆઈ ભોજાણીએ ટોલનાકાના મેનેજર અને ટોલ વસૂલતા કર્મચારી સાથે માથાકૂટ થઈ હતી. પીઆઈ આર.એ ભોજાણી તેમજ ત્રણ ફોર વ્હીલ ગાડીઓમાં 20થી વધુ માણસોએ ટોલનાકાના મેનેજર અને કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. પીઆઈ તેમજ 20થી વધુ ઈસમોએ હુમલો કરતા ફરિયાદી ટોલનાકાના સંચાલક રાજુભાઈ છૈયા અને ભાવેશ ટાટમિયાને ગંભીર ઇજાઓ અને પગમાં ફેક્ચર થયેલ છે. ઇજાગ્રસ્ત ટોલનાકાના સંચાલક અને કર્મચારી હાલ જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.