image : Freepik

Liquor Crime in Vadodara : વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોમાં દારૂનો જથ્થો લઈ આવેલી બે મહિલાઓને પીસીબીની ટીમે ઝડપી પાડી હતી. વિદેશી દારૂ અને બે મોબાઇલ મળી 37,000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોપાઇ છે.

વડોદરા પીસીબી પોલીસની ટીમ સયાજીગંજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સેન્ટ્રલ એસટી ડેપોમાં બે મહિલાઓ ગરબાડા વડોદરા અને નસવાડી બસમાંથી ઉતરી છે. તેમની પાસે બે થેલામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. હાલમાં બંને મહિલાઓ બસ ડેપોમાં એન્ટર થતા ડાબી બાજુ જઈ રહી છે. જેથી પીસીબીએ બાતમી મુજબના સ્થળ પર રેડ કરતા બે મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેના થેલામાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પીસીબીએ વિદેશી દારૂ અને બે મોબાઈલ મળી 37,000 ના મુદ્દામાલ સાથે સુમી વીરા ખરાડ અને નયના રૂમાલ ખરાડ (બંને રહે-દાહોદ) ની ધરપકડ કરી વગરની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *