Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે. ત્યારે આજે (25મી જૂન) વહેલી સવારથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ‘આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છ.’

રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજયમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે ગીર સોમનાથ, ભાવનગરમાં દ્વારકા અને નર્મદામાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *