Sonakshi Sinha Wedding Ritual: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા છે. લગ્ન બાદ અભિનેત્રી સોનાક્ષીએ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. બપોરે રજિસ્ટર્ડ લગ્ન પછી, દંપતીએ ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેના ઘણા વીડિયો હાલ વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં અનિલ કપૂર, રેખા, રવિના ટંડન, કાજોલ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

સોનાક્ષી અને ઝહીરના લગ્નને લઈને ઘણા સમાચાર સામે આવ્યા હતા. લગ્નમાં આખો પરિવાર હાજર રહ્યો હતોસોનાક્ષીના બંને ભાઈઓ લવ-કુશ લગ્નમાં સામેલ થયા હતા પરંતુ કોઈ એક રસમમાં બંને ભાઇઓ જોવા મળ્યા ન હતા. જેના કારણે ચાહકોને લાગે છે કે બંને ભાઈઓ હજુ પણ તેમનાથી નારાજ છે.

રજીસ્ટર્ડ લગ્નમાં સોનાક્ષીએ તેની માતાની આઇવરી રંગની સાડી પહેરી હતી. તેમજ એકટ્રેસે પોતાની માતાની જ્વેલરી પણ પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે સોનાક્ષી લીગલ મેરેજ માટે એન્ટ્રી કરી રહી હતી ત આ દરમિયાન એકટ્રેસના બંને ભાઈ જોવા મળ્યા ન હતા. 

જ્યારે કન્યાની આ એન્ટ્રી થાય છે ત્યારે ભાઈઓ ચારે બાજુથી ચાદર પકડી રાખે છે. પરંતુ આ દરમિયાન સોનાક્ષીના બંને ભાઈઓ જોવા મળ્યા ન હતા. અભિનેતા સાકિબ સલીમ આ ચાદર પકડીને જોવા મળ્યો હતો. સાકિબ સોનાક્ષી માટે ભાઈ જેવો છે. આ દરમિયાન સોનાક્ષી પણ ભાવુક જોવા મળી હતી.

સોનાક્ષીના ભાઈનો ફોટો વાયરલ થયો

સોનાક્ષીના બે ભાઈઓ લવ-કુશ પ્રી વેંડિગ ફેસ્ટિલમાં સામેલ થયા ન હતા પરંતુ તેઓએ લગ્નમાં હાજરી આપી હતી. બંને ભાઈઓએ જ્યારે લગ્ન પર હાજરી આપી તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

લવ સિન્હાએ લગ્ન પર પ્રતિક્રિયા આપી હતી

પોતાની બહેનના લગ્નના પર રિએક્ટ કરતાં લવ સિંહાએ કહ્યું કે, “હું હાલમાં મુંબઈની બહાર છું અને જો આ પબ્લિશડ ન્યુઝ વિશે છે તો હું આ બાબતે કોઇ કમેન્ટ કરવા માંગતો નથી.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *