– રિલીઝ પહેલા જ 77 હજાર ટિકીટના 2.6 મિલિયન ડોલરથી વધુ કમાણી
મુંબઇ : પ્રભાસ, દીપિકા પદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલહાસનની ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડીએ રિલીઝ પહેલા જ નોર્થ અમેરિકામાં એડવાન્સ બુકિંગમાં છપ્પરફાડ કમાણી કરી છે. અત્યાર સુધીમાં ૭૭ હજાર ટિકીટોથી વધુ વેંચાણ થઇ ગયું છે અને ૨.૬ મિલિયન ડોલરથી વધુ કમાણી થઇ ગઇ હોવાનો રિપોર્ટ છે.
નોર્થ અમેરિકામાં દરેક ભાષામાં કલ્કિ ૨૮૯૮ એડીને રિલીઝ કરવામાં આવવાની છે. પ્રથયાનગિરા સિનેમાઝ, જે નોર્થ અમેરિકામાં આ ફિલ્મના ડિસ્ટિબ્યુટર છે તેમણે ટ્વીટર પર શેર કર્યુ ં હતુ ંકે, આ ફિલ્મની ૭૭,૭૭૭ હજાર કરતાં પણ વધુ ટીકિટોનું વેંચાણ થઇ ગયું છે.
આ ફિલ્મમાં પ્રભાસ ભૈરવ અને દીપિકા પદુકોણ પદ્માની ભૂમિકામાં જોવા મળવાની છે. જ્યારે અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં જોવા મળવાનો છે.જ્યારે કમલ હાસન નેગેટિવ રોલમાં છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મમાં કલિયુગના ચરમ સીમા પર આધારિત છે. તેમજ દીપિકા પદુકોણ ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારને જન્મ આપવાની છે. જેની રક્ષા મહાભારતના પાત્ર અશ્વત્થામાં કરશે.