Emergency Release Date: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત બદલાઈ પણ ચૂકી છે. હવે એક્ટ્રેસે નવું પોસ્ટર શેર કરીને ફિલ્મની કન્ફર્મ રિલીઝ ડેટ જણાવી છે. રિલીઝ ડેટ સામે આવ્યા બાદ ચાહકો ખૂબ ખુશ થઈ ગયા છે અને હવે ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. કંગનાએ ફિલ્મના નવા પોસ્ટર સાથે રિલીઝ ડેટનું પણ એલાન કરી દીધુ છે. 

ફિલ્મ 4 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ અગાઉ 14 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ મે મહિનામાં મેકર્સે સ્ટેટમેન્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેને પોસ્ટપોન કરવામાં આવી રહી છે. પોસ્ટપોન કર્યા બાદ ફિલ્મની નવી તારીખ નવા પોસ્ટર સાથે શેર કરી દેવામાં આવી છે.

ફિલ્મ ‘ઈમરજન્સી’ આ દિવસે થશે રિલીઝ

ફિલ્મ ‘ઈમરજન્સી’ 6 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કંગનાએ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતા લખ્યું કે, ‘સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત. કંગના રણૌતની ઈમરજન્સી 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નવા પોસ્ટરને જોયા બાદ ફેન્સ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.

ચાહકો ખુશ થયા

કંગનાના આ પોસ્ટર પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે યુઝરે લખ્યું કે, કંગના શેરની. જ્યારે બીજાએ લખ્યું- 5માં નેશનલ એવોર્ડ માટે તૈયારીઓ ચાલી રહી છે. એકે લખ્યું- આ ફિલ્મ બ્લોકબસ્ટર હોવી જોઈએ. આ પોસ્ટને હજારો લોકોએ લાઈક પણ કરી દીધી છે.

કંગના રણૌતે 2021માં ફિલ્મ ઈમરજન્સીની જાહેરાત કરી હતી

કંગના રણૌતે 2021માં ઈમરજન્સીની જાહેરાત કરી હતી અને બાદમાં સ્પષ્ટતા કરી હતી કે ઈમરજન્સી એક રાજકીય ડ્રામો છે પરંતુ તે ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી. આ ફિલ્મમાં કંગના ન માત્ર મુખ્ય ભૂમિકામાં નજર આવશે પરંતુ તેણે જ ફિલ્મને ડાયરેક્ટ પણ કરી છે. ઈમરજન્સીમાં કંગનાની સાથે અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *