વાંકાનેરના કાનપર રહેતા આરોપીની ધરપકડ ખાત્રી બાદ પણ આરોપીએ બીજે લગ્ન લીધા છાત્રાએ સંબંધ નહીં રાખવાનું જણાવતા ધમકી આપી કૃત્ય
રાજકોટ, : રાજકોટમાં રહેતી 24 વર્ષીય નર્સિંગની છાત્રાને સંબંધ રાખવા અને વાત કરવા અવાર-નવાર ફોન કરનાર અરશદ ઈલીયાસભાઈ સેરસીયા (ઉ.વ. 23, રહે. કાનપર, તા.વાંકાનેર)ને સંબંધ રાખવાની ના પાડતા તેના પરિવારને હેરાન કરવાની ધમકી આપ્યા બાદ છાત્રાને અમદાવાદ લઈ જઈ દૂષ્કર્મ આચર્યાની ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી હતી.
ભોગ બનનાર છાત્રાએ પોલીસને જણાવ્યું કે તે અગાઉ મોરબી પંથકની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી ત્યારે સાથે કામ કરતા આરોપી અરશદ સેરસીયા સાથે ઓળખાણ થયા બાદ ફોન નંબરની આપ-લે થતા વાતચીત શરૂ થઈ હતી. આ સમયે આરોપીએ ‘હું કુવારો છું, તારી સાથે જ લગ્ન કરીશ’ તેવી ખાત્રી આપી હતી. જોકે ત્યારબાદ આરોપીના બીજે લગ્ન થઈ જતા તેણે આરોપીને હવે ફોન નહીં કરવા જણાવી દીધું હતું. તેમ છતાં આરોપી ફોન કરીને ‘તું મારી સાથે વાત નહિ કરતો હું તારા ભાઈને ઉપાડી જઈશ તેવી ધમકી આપી પરિવારને ગાળો દીધી હતી.’
ગઈ તા. 21નાં આરોપીએ તેને ફોન કરી ‘તું મારી સાથે અમદાવાદ આવી જા, સારી નોકરી મળી જશે, આપણે સાથે રહેશું કહેતા ના પાડી હતી.’ જેથી આરોપીએ ‘તું અમદાવાદ નહીં આવે તો હું તારા પરિવારને જીવવા નહીં દાઉ’ તેવી ધમકી આપી હતી. એટલું જ નહી આરોપીએ ફરી કોલ કરી ‘હું માધાપર ચોકડીએ છું, તું અહીં આવી જા’ કહેતા ડરી ગયેલી છાત્રા ઘરેથી કહ્યાવગર નિકળી તેની પાસે પહોંચ્યા બાદ બંને અમદાવાદ ગયા હતા. જયાં આરોપીએ તેને એક રૂમમાં લઈ ગયો હતો. તેજ દિવસે સાંજે તેણે તેના પિતાને ‘હું મારી રીતે જતી રહી છું,’ તેવી ઓડીયો કલીપ મોકલી હતી.
ત્યાર પછી આરોપીએ રાત્રે રૂમમાં છાત્રાને હવસનો શિકાર બનાવી હતી. બીજા દિવસે આરોપીએ નોટરી પાસે લખાણ કરાવવા જવાનું છે કહેતા તે આરોપી સાથે લખાણ કરાવવા ગઈ હતી. જયાં પોતાના ડોકયુમેન્ટ આપી પરત રૂમ પર આવી ગયા હતા. બીજી તરફ છાત્રાના પરિવારજનોએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ગુમ નોંધ નોંધાવી હોય બને રાજકોટ તે પોલીસ મથકે પહોંચ્યા હતા. હાલ પી.આઈ. એમ.જે. કૈલા સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી આરોપી અરશદની ધરપકડ કરી પુછપરછ જારી રાખી છે.