IMAGE: Twitter

T20 World Cup 2024 AFG vs BAN: ટી20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે આઠ વિકેટે મેચ જીતી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે સુપર-8ની ગ્રુપ એની અન્ય બે ટીમ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

અફઘાનિસ્તાન માટે આ જીત અત્યંત ખાસ છે. સેમી ફાઈનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના પ્રત્યેક ખેલાડી ભાવુક થયા હતાં. ઘણા ખેલાડીઓ પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતાં. આ વિશેષ પળની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગુરબાજ થયા ભાવુક

આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે ગુરબાઝ આખી મેચ રમી શક્યો નહોતો. વિકેટકીપિંગ દરમિયાન ગુરબાઝ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે મેદાન છોડવું પડ્યું હતું. મેદાન છોડ્યા બાદ પણ ગુરબાઝ ડ્રેસિંગ રૂમમાંથી પોતાની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યો હતો. આ મેચ જીત્યા બાદ ગુરબાઝ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. ગુરબાઝની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

અફઘાનિસ્તાને આ મેચ 8 રને જીતી લીધી હતી

આ મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે જીતવા માટે 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 17.5 ઓવરમાં માત્ર 105 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશનો લિટન દાસ અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો, પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. આ મેચમાં લિટન દાસે 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને નવીન ઉલ હકે 4-4 વિકેટ લીધી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *