T20 WC 2024 Afghanistan vs Bangladesh: અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપ 2024માં અભૂતપૂર્વ દેખાવ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ વખતે આ ટીમે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાનને સુપર-8 તબક્કામાં બાંગ્લાદેશ સામેની આખરી મેચ જીતવી જ પડે એમ હતી. આ મેચમાં ભારે કટોકટી બાદ અફઘાનિસ્તાનનો વિજય થયો હતો. આ વિજય બાદ વતન અફઘાનિસ્તાનમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો હતો. લોકો ઉજવણી માટે શેરીઓમાં આવી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ચોકમાં મ્યુઝિક સાથે નાચીને લોકોએ જીતની ઉજવણી કરી હતી. કેટલાક લોકોએ રંગો ઉડાવીને આ વિજયોત્સવ મનાવ્યો હતો.

આ સિવાય અફઘાનિસ્તાનના જલાલાબાદ વિસ્તારનો પણ એક વીડિયો વાઇરલ થયો છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *