Image: Facebook

T20 World Cup 2024: રોહિત શર્માની તોફાની ઈનિંગ બાદ બોલર્સના કમાલથી ભારતે સુપર-8માં ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવી દીધું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટીમની આ દમદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે પોતાની તોફાની અડધી સદી દરમિયાન બસ તે જ અંદાજમાં બેટિંગ કરવા ઈચ્છતા હતાં જેમ કે અત્યાર સુધી કરતાં આવ્યાં છે.

ભારતના 206 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટ પર 181 રન જ બનાવી શકી. ભારત તરફથી અર્શદીપે 37 રન આપીને 3 જ્યારે કુલદીપ યાદવે 24 રન આપીને બે વિકેટ ફટકારી. અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે પણ એક-એક વિકેટ મેળવી. 

મેચ બાદ રોહિત શર્માએ શું કહ્યું

92 રનની તોફાની બેટિંગ બાદ રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો. આ દરમિયાન તેણે કહ્યું કે ‘તમે ખુલ્લા દિમાગથી રમો છો અને માત્ર એક શોટ વિશે વિચારતાં નથી તો તમે મેદાનના ગમે ત્યારે રન બનાવી શકો છો. આ એક સારી વિકેટ હતી. હું એ રીતે સારા શોટ રમવા મારી જાતને તૈયાર કરું છું. હું છેલ્લા અમુક વર્ષોથી આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને મને ખુશી છે કે આજે આ શક્ય થઈ શક્યું.’

આ દરમિયાન તેણે રેકોર્ડ વિશે વાત કરતા કહ્યું કે, ‘ફિફ્ટી કે હન્ડ્રેડ એ બધું મહત્ત્વનું નથી. હું બસ તે અંદાજથી બેટિંગ કરવા ઈચ્છતો હતો જે રીતે કરતો આવ્યો છું. તમારે મોટો સ્કોર કરવો હોય છે, પરંતુ સાથે જ તમે એમ પણ ઈચ્છો છો કે બોલર વિચારતો રહી જાય કે હવે પછીનો શોટ ક્યાં આવશે અને મને લાગે છે કે હું આજે આવું કરવામાં સફળ રહ્યો.’

હવાના કારણે બેટિંગમાં મુશ્કેલી પડી હતી

ઝડપી પવન વચ્ચે બેટિંગ કરવાના સંદર્ભમાં રોહિતે કહ્યું કે ‘મેં પહેલી ઓવરથી જ વિચાર્યું હતું કે પવનની ગતિ વધારે છે. પછી મેં યોજના બદલી અને હવાથી વિપરિત બેટિંગ કરી. મને લાગ્યું કે મારે ઓફ સાઈડમાં પણ શોટ રમવા પડશે. તમારે હવાનું પણ ધ્યાન રાખવું પડે છે અને સમજવું પડશે કે બોલર પણ સમજદાર છે અને મેદાનના તમામ તરફ શોટ રમવા પડશે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *