Image Source: Twitter

Rohit sharma created history: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપ 2024 સુપર-8ની પોતાના છેલ્લા મુકાબલામાં 92 રનોની વિસ્ફોટક ઈનિંગ રમીને ઈતિહાસ રચી દીધો છે. હિટમેન હવે T20I ક્રિકેટનો નવો બાદશાહ બની ગયો છે. રોહિત શર્માએ T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે વિરાટ કોહલી અને બાબર આઝમનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. હિટમેનની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર ભારત કાંગારુઓને 24 રનથી હરાવવામાં સફળ રહ્યું. ભારતે પ્રથમ બોટિંગ કરતા 20 ઓવરમાં 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આના જવાબમાં ઓસ્ટ્રેલિયા 181 રન જ બનાવી શકી છે. રોહિત શર્માને તેમની આ ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચને એવોર્ડ મળ્યો હતો. 

રોહિત શર્માના નામે T20I ક્રિકેટમાં આ ઈનિંગ બાદ સૌથી વધુ 4165 રન થઈ ગયા છે. તેમણે આ રન 32.03ની એવરેજ અને 140.75ના સ્ટ્રાઈક રેટ સાથે બનાવ્યા છે. હિટમેનના નામે આ ફોર્મેટમાં સૌથી વધુ 5 સદી છે જ્યારે બીજી તરફ આ દરમિયાન તેમણે 31 ફિફ્ટી પણ કરી છે. 

રોહિત શર્માના નામે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે બાબર આઝમ કરતા 20 રન તો વિરાટ કોહલી કરતા 62 રનો વધારે નોંધાયા છે. 

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન:

રોહિત શર્મા- 4165

બાબર આઝમ- 4145

વિરાટ કોહલી- 4103

પોલ સ્ટર્લિંગ- 3601

માર્ટિન ગપ્લિટ- 3531

કેવી રહી ભારત vs ઓસ્ટ્રેલિયાની મેચ

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી નહોતી રહી. વિરાટ કોહલી બીજી જ ઓવરમાં ઝીરો રન પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ હિટમેને પોતાના શાનદાર ફોર્મમાં 9 બોલમાં આ સિરિઝની સૌથી ફાસ્ટ અડધી સદી ફટકારી. રોહિતે 41 બોલમાં 7 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 31 રન તો શિવમ દૂબેએ 28 અને હાર્દિક પંડ્યાએ 27 રનની ઈનિંગ રમી ટીમને 205ના સ્કોર સુધી પહોંચાડી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *