છેતરપિંડીના ગુનામાં દોઢ વર્ષથી હતો ફરાર
ઓમકારસિંગ આણી મંડળી સાથે મળી ફૂલેકું ફેરવ્યું હતું
ડાયરીની માયાજાળનો માસ્ટર માઈન્ડ ખાખરા વેંચતા પકડાયો
સુરતમાં કરોડોનું ફૂલેકુ ફેરવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો છે. જેમાં આરોપી સુમિત ગોએન્કા દિલ્હીમાં ખાખરા વેચતા પકડાયો છે. તેમાં તે છેતરપિંડીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર હતો. ઓમકારસિંગ આણી મંડળી સાથે મળી ફૂલેકુ ફેરવ્યું હતું. જેમાં ડાયરીની માયાજાળ રચી કરોડોનું ફૂલેકુ ફેરવવાનો ખેલ રચ્યો હતો. તેમાં ખાખરા વેચતા સુમિતને DCP ઝોન 4ના સ્ક્વોડે દબોચ્યો છે.
શહેરમાં ડાયરીની માયાજાળનો માસ્ટર માઈન્ડ ખાખરા વેંચતા પકડાયો
શહેરમાં ડાયરીની માયાજાળનો માસ્ટર માઈન્ડ ખાખરા વેંચતા પકડાયો છે. જેમાં આરોપી સુમિત ગોએન્કા અંતે દિલ્હીથી ખાખરા વેંચતા પકડાતા અનેક ખુલાસા થશે. આરોપી છેતરપિંડીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર હતો. તેમજ વેસુ પોલીસના ચોપડે વોન્ટેડ હતો. ઓમકારસિંગ આણી મંડળી સાથે મળી કરોડોનું ફુલેકુ ફેરવ્યું હતું. જેમાં શ્રેષ્ઠા ગૃપ દ્વારા વેસુ VIP રોડ પર સોલોરિયમ બિઝનેશ સેન્ટરની દુકાનો નો ખેલ
ખાખરા વેચતા સુમિતને DCP ઝોન 4 ના સ્ક્વોડે દબોચ્યો
ડેવલપર્સના અભિષેક ગૌસ્વામીએ શ્રેષ્ઠા ગ્રુપના ડેવલોપર ભાવિન દુર્લભ પટેલ, પ્રદિપ તમાકુવાલા, વસંત પટેલ, તુષાર શાહ, સુમિત ગોએન્કા રાજુસિંગ, ઓમકારસિંગ રાજપુત સામે ગુનો નોંધાવ્યો હતો. તાજેતરમાં સુરતના ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. આ મોસ્ટ વોન્ટેડ આરોપીને પાલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. લસ્સી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાતા પોલીસને અન્ય ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હતી.