સગીર પ્રેમીએ પ્રેમિકાને ખેતરમાં લઈ જઈ બાંધ્યા સંબંધ
સગીરાને પેટમાં દુખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો
સગીરાને દોઢ માસનો ગર્ભ હોવાનો તબીબે ખુલાસો કર્યો
બાળકોને મોબાઈલ આપતા પહેલા સાવધાન રહેજો. જેમાં સોશિયલ મીડિયામાં મિત્રતા બાદ સગીરા ગર્ભવતી થઇ હતી. તેમાં સગીર પ્રેમીએ પ્રેમિકાને ખેતરમાં લઈ જઈ સંબંધ બાંધ્યા હતા. જેમાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો હતો. તેમાં ઈન્સ્ટાગ્રામ પર બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારે વાલોડ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
તાપીમાં સગીરાને પેટનો દુખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો
તાપીમાં સગીરાને પેટનો દુખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો હતો. વાલોડ તાલુકાની ઘટનામાં સગીરાને દોઢ માસનો ગર્ભ હોવાનો તબીબે ખુલાસો કરતા ચકચાર મચી છે. સગીરાને ઈન્સ્ટાગ્રામ પર એક સગીર સાથે મિત્રતા થઈ હતી. જેમાં સોશિયલ મીડિયા ફરી એક વાર યુવાધનને અવળે લઈ જવામાં સફળ રહ્યું છે. તેમાં 17 વર્ષીય સગીરે 14 વર્ષીય સગીર પ્રેમિકાને ખેતરમાં લઈ જઈ સંબંધ બાંધ્યા હતા. તેથી વાલોડ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ સગીર સામે ગુનો નોંધ્યો છે. તેમજ સગીરને જુવેનાઇલ કસ્ટડીમાં લઈ જવાયો છે. ત્યારે માતાપિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો જોવા મળ્યો છે.
ફોનનો સતત ઉપયોગ વ્યક્તિને શારીરિક રીતે બીમાર પણ બનાવી રહ્યો છે
આજના સમયમાં મોબાઈલનો ઉપયોગ કેટલો સામાન્ય થઈ ગયો છે તે ભાગ્યે જ કોઈને કહેવાની જરૂર છે. કેટલી વાર આપણે આપણા ઘરોમાં લોકોને કહેતા સાંભળ્યા છે કે તેમનું બાળક એટલું સ્માર્ટ છે કે તે 2 વર્ષની ઉંમરે તેનો ફોન ખોલીને ગેમ રમી શકે છે. અથવા તેમનું બાળક મોબાઈલ ફોન જોયા વિના ખોરાક લેતું નથી. માતાપિતાને તેમના બાળકના ફોન જ્ઞાન પર ગર્વ છે. પરંતુ તે જ માતા-પિતા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર તેમના બાળકોને માનસિક રીતે જ કમજોર નથી બનાવી રહ્યો પરંતુ ફોનનો સતત ઉપયોગ વ્યક્તિને શારીરિક રીતે બીમાર પણ બનાવી રહ્યો છે.