સાંસદે જાહેર કાર્યક્રમમાં વિરોધીઓ માટે ધમકી ઉચ્ચારી હતી
ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ કરી ફરિયાદ
સાસંદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજુઆત
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ભાજપના જ કાર્યકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ ફરિયાદ કરી છે. સાંસદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજુઆત કરી છે. જેમાં ડો.અતુલ ચગ આપઘાત કેસમાં સાંસદનો વિરોધ કર્યો હતો.
સાંસદે જાહેર કાર્યક્રમમાં વિરોધીઓ માટે ધમકી ઉચ્ચારી હતી
ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ મળતીયા મારફતે હુમલો કરાવે તેવી દહેશત વ્યક્ત કરી છે. જેમાં જાહેર મંચ પરથી ધમકી બાદ મામલો ગરમાયો છે. તેમાં મને જે નડ્યા છે તેને હું નહીં મુકુની ધમકી આપી હતી. જેમાં ધમકી મામલે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ભાજપના જ કાર્યકર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. તેમાં રાજેશ ચુડાસમાની જાહેર મંચ પરથી ધમકી બાદ મામલો ગરમાયો છે. ભાજપ હિસાબ કરે કે ના કરે પરંતુ મને જે નડ્યા છે તેને હું નહીં મુકુ તેમ સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાચી ખાતે જાહેર કાર્યક્રમમાં વિરોધીઓ માટે આ ધમકી ઉચ્ચારી હતી.
જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણીએ પોલીસ ફરિયાદ કરી
જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા અગ્રણી રાકેશ દેવાણીએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી છે. તેમાં સાંસદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજુઆત કરી છે. ગત ચૂંટણી માં ડો.અતુલ ચગ આત્મહત્યા મામલે સાંસદનો વિરોધ કર્યો હતો. જેમાં સાંસદ ચુડાસમા તેના મળતીયા મારફતે હુમલો કરાવે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. સાંસદના જાહેર ધમકી મામલે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માગ પણ કરાઇ છે.