પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં પાવાગઢમાં પગથિયાં ઉપરથી પાણી વહેતા થયા છે. જેમાં વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. તેમજ નદીની જેમ પગથિયા ઉપરથી પાણી વહેતા થયા છે.પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. તેમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતના પાવાગઢ સહિતના ડુંગરોનો નજારો કાંઇક અલગ જ દેખાઇ રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છવાયો છે. વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ આખા ડુંગર પર ધુમ્મસ છવાઇ ગયું છે. પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ અને ધુમ્મસને કારણે રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. વાતાવરણ સારુ થયા બાદ થોડા સમય બાદ રોપ-વે સેવા શરૂ થવાની શક્યતાઓ છે.