Vadodara News : વડોદરાના અટલાદરા પાદરા રોડ પર બાળમજૂરી કરાવતી મહિલા હોટલ માલિકની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.

તાજેતરમાં જ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલોમાં કામ કરતા સગીર બાળકોને મુક્ત કરાવીને બાળકોનો આર્થિક શોષણ કરતાં વેપારીઓની અટકાયત કરી હતી. ત્યારે મંગળવારે રાત્રિના સમયે વડોદરા શહેર વિસ્તારમાં બાળ મજુરી અટકાવવા માટે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ફરતા ફરતા અટલાદરા પાદરા રોડ ખાતે નારાયણવાડી ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે ખોડીયાર કાઢીયાવાડી ઢાબાના માલિક નાના છોકરાઓ પાસેથી બાળ મજુરી કરાવી તેઓનુ આર્થીક શોષણ કરે છે. જેના આધારે પોલીસે નારાયણવાડી ચાર રસ્તા પાસેથી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા પર રેડ કરી હતી. ત્યારે ઢાબામાં કેટલાક માણસો જમવાનું પીરસવાનું કામ તેમજ રસોડામાં રસોઈકામ કરતા સગીર બે છોકરાઓ મળી આવ્યા હતા. બંને સગીર બાળકો હોટલમાં છેલ્લા બે મહીનાથીથી કામ કરે છે અને રૂ.333 રોજ આપવામાં આવે છે. ઈલાબેન મિતભાઈ ભગવાનભાઈ ચૌહાણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *