અમદાવાદ,સોમવાર, 17 જુન,2024
અમદાવાદમાં ચોમાસા દરમિયાન રોડ ઉપર પાણી ભરાઈ ના
રહે.ઝડપથી નિકાલ થાય એ માટે સુએજ અને
સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન ખાતે કચરો રોકવા માટેની જાળીની ખામી દુર કરવામાં
આવશે. આ માટે પ્રારંભિક તબકકામા રુપિયા ૬.૭૨ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે.
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સુએજ અને સ્ટ્રોમ વોટર
પમ્પિંગ સ્ટેશન ખાતે ચોમાસા દરમિયાન વરસાદના સમયમાં પ્લાસ્ટિકની થેલીઓ,ગ્રીન વેસ્ટ સહીત
અન્ય પ્રકારનો કચરો તણાઈને આવતો હોય છે.જે પહેલા કેચપીટ ઉપર જામી જતા વરસાદી પાણી
ભરાવાની સમસ્યા સર્જાય છે.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અને ડેપ્યુટી મેયરે કહયુ,કેચપીટના ઢાંકણા
ખોલવાથી વરસાદી પાણીની સાથે કચરો પણ
લાઈનમાંથી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચી જતો હોય છે.સુએજ પમ્પિંગ અને સ્ટ્રોમ વોટર
પમ્પિંગ ખાતે આ પ્રકારના કચરાને અટકાવવા માટે લોખંડની જાળી(સ્ક્રીન) લગાવવામા આવે
છે.ભારે વરસાદના સમયમાં વિવિધ વિસ્તારમાંથી ગટરના પાણીની અને વરસાદી પાણી સાથે
આવતા કચરાથી જાળી ભરાઈ જાય છે.જેને કારણે વરસાદી પાણીનો નિકાલ ધીમેથી થાય છે.આ
કારણથી જે તે વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાઈ જાય છે.આ સમસ્યા નિવારવા પમ્પિંગ
સ્ટેશનમાં થોડા થોડા સમયે નાંખવામાં આવેલી જાળી સાફ કરવા માટે બહાર કાઢવી પડે છે.આ
કામગીરીમાં બે કલાક જેટલો સમય જતો હોય છે.તે સમય દરમિયાન ઈનલેટ ચેમ્બરમાં આવતા
પાણી અટકાવવા પડે છે.આ કારણથી પણ ગટર અને વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે.
તમામ પમ્પિંગ સ્ટેશનમાં એકના બદલે બે જાળી લગાવાશે
ચોમાસામા રોડ ઉપર ભરાતા વરસાદી પાણીના કારણે શહેરીજનોને
હાલાકી ભોગવવી પડે છે.આ સમસ્યા દુર કરવા માટે તમામ પમ્પિંગ સ્ટેશન ખાતે એકના બદલે
બે જાળી(સ્ક્રીન) લગાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.ઈજનેર વિભાગે ૭૩ સુએજ પમ્પિંગ
સ્ટેશન પૈકી હાલમાં ૨૦ પમ્પિંગ સ્ટેશન ખાતે આવેલી ઈનલેટ ચેમ્બરમાં ૩૫ મિકેનીકલ
બોકસ ટાઈપ બાર સ્ક્રીન તથા લિફટીંગ
લોઅરીંગ એસેમ્બલી તેમજ ૪૫ મોટરાઈઝ હોઈસ્ટ તથા જરુરી સ્ટ્રકચરની કામગીરી કરવા માટે
મુકેલી દરખાસ્તને મંજુરી આપવામા આવી છે.