– ખુદ વિંદુ સિંહ પિતાની બાયોપિક બનાવી રહ્યો છે
– જૂની ફિલ્મોના કલાકાર દારાસિંહ રામાયણ સિરિયલમાં હનુમાનજી તરીકે લોકપ્રિય બન્યા હતા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: ટીવી સિરિયલ ‘રામાયણ’માં હનુમાનજીના પાત્રમાં સર્વાધિક લોકપ્રિયતા મેળવનારા કલાકાર સ્વ. દારા સિંહની બાયોપિક બની રહી છે. તેમનો પુત્ર અને એક્ટર વિંદુ જ આ ફિલ્મ બનાવી રહ્યો છે. દારા સિંહનો પૌત્ર ફતેહ જ આ ફિલ્મમાં પોતાના દાદાની મુખ્ય ભૂમિકા ભજવશે.
હાલમાં વિદુ દારા સસિંહ ેએક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ ંહત ંકે, તે પિતા દારા સિંહ પર એક ફિલ્મ બનાવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં લીડ રોલ તેનો પુત્ર ફતેહ ભજવશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. ફતેહ લાંબા સમયથી બોલીવૂડમાં ડેબ્યૂ માટે તૈયારી કરી રહ્યો હતો અને કારકિર્દી શરુ કરવા માટે આનાથી વધુ સારી ફિલ્મ તેના માટે કોઈ હોઈ શકે જ નહિ એમ તેણે કહ્યું હતું.
દારા સિંહની જીવનકથા બહુ જ રોચક છે. તેઓ વાસ્તવમાં ભારતના કુસ્તીના બહુ જાણીતા પહેલવાન હતા અને તેમણે ‘રુસ્તમ એ હિંદ’નો ખિતાબ પણ મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક કુસ્તી સ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો હતો. અનાયાસે તેઓ સ્ટંટ ફિલ્મોના નાયક તરીકે હિંદી ફિલ્મોના એક્ટર બની ગયા અને તે પછી તેમણે સંખ્યાબંધ ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી.
તેમને તેમની જિંદગીની સૌથી વધુ લોકપ્રિયતા રામાયણ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’ના હનુમાનજીના પાત્રથી મળી હતી. કરીના કપૂર અને શાહિદ કપૂરની ‘જબ વી મેટ’માં કરીનાના દાદાજી તરીકેની તેમની ભૂમિકા નવી પેઢીના દર્શકોને યાદ છે.